વિસાવદરમાં એવું તો શું થયું કે બે બુથ પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Visavday Byelection 2025 : વીસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં બે બૂથ પર આજે ફરીથી યોજાશે મતદાન....બોગસ મતદાનની ફરિયાદ બાદ માલીડા અને નવા વાઘણીયા બુથ પર યોજાશે મતદાન...
Trending Photos
Gujarat by Election Results 2025 : વિસાવદરના બે ગામોમાં બૂથ કેપ્ચરિંગ પેટાચૂંટણીમાં આજે ફરીથી મતદાન થશે. CCTVથી લાઈવ વેબકાસ્ટિંગમાં બુથ કેપ્ચરિંગ પુરવાર થયું! જેથી બંને ગામોમાં બુથમાં ઘૂસીને મતદાન કર્યાની ફરિયાદને ચૂંટણી પંચ (ECI) એ સ્વીકારી છે.
વિસાવદર પેટા ચૂંટણીમાં આજે સવારથી બે બૂથ પર ફરી મતદાન શરૂ થયું છે. માલીડા ગામના બુથ નંબર 86 પર તથા નવા વાઘણીયા બુથ નંબર 111 પર સવારથી મતદાન શરૂ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય લેવાયો છે. કારણે કે, બંને મતદાન બૂથ ઉપર બોગસ મતદાનની આશંકા વ્યક્ત થતાં ફરીથી મતદાન કામગીરી ચાલુ કરાઈ છે.
87 વિસાવદર વિધાનસભા ફરી મતદાન આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત ફરી મતદાન શરૂ થયું છે. માલીડા (86) અને નવા વાઘણીયા (111) ગામમાં સવારથી લોકો મતદાન કરવા ઉમટી પડ્યા છે. 19 જુનના રોજ પેટાચૂંટણીના મતદાનમાં માલીડા ગામમાં 628 નું કુલ મતદાન થયું હતું. માલીડા ગામમાં 66 ટકા મતદાન થયેલ હતું. પરંતું આપ પાર્ટી દ્વારા આ બંને ગામ ખાતે બુધ કેપ્ચરિંગ અને બોગસ મતદાન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા પુન મતદાનનો નિર્ણય કરાયો છે.
સવારના 7 કલાકથી મતદાન શરૂ થયું છે, જે સાંજના 6 કલાક સુધી ચાલશે.
ગુરૂવાર ચૂટણીના દિવસે વિસાવદર વિધાનસભામાં મતદાન યોજાયુ ત્યારે ECI દ્વારા ૫૬.૬૮ ટકા વોટિંગ થયાનું જાહેર કરાયુ હતુ. સાથે જ કડી અને વિસાવદર બંને મતક્ષેત્રોમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રહ્યાનો પણ દાવો થયો હતો. પરંતુ, શુક્રવારે બપોરે ECIએ વિસાવદર બેઠક હેઠળના ૮૬-માલિડા અને ૧૧૧ નવા વઘાણિયા એમ બે ગામોમાં ફરીવાર મતદાન યોજવા માટે નિર્ણય જાહેર કરતા આ પેટાચૂંટણીમાં મોટાપાયે ગેરરિતી, બોગસ મતદાનની ફરિયાદોને સમર્થન મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીમાં તમામ મતદાન મથકોમાં CCTV દ્વારા લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. છતાં આ બંને ગામમાં ગેરરીતિ કેવી રીતે થઈ તે મોટો સવાલ છે.
આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી
તો બીજી તરફ, આવતીકાલે 22 જુનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. રાજ્યની ૩૫૪૧ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી જ્યારે ૩૫૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં ૩,૬૫૬ સરપંચો ની તથા ૧૬,૨૨૪ સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી થશે. રાજ્યના ૮૧ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં ૧૦,૪૭૯ મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યભરમાં ૩,૯૩૯ સંવેદનશીલ મતદાન કેન્દ્રો જ્યારે ૩૩૬ અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલ સાંજથી ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત છથયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે