)
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ કોર્પોરેશનની મસ્ટર ઓફિસમાં કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે. અમદાવાદ કોર્પોરેશનની શાહપુર રંગીલા મસ્ટર ઓફિસની આ ઘટના છે. કર્મચારીઓ જુગાર રમી રહ્યાં હોય તેનો વીડિયો વાયરલ થયો છે.
કોર્પોરેટરે વીડિયો બનાવી ખોલી પોલ
એએમસી ઓફિસમાં જુગાર રમવાનો વીડિયો કોર્પોરેટર શેખ સમીરા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ ઓફિસની બહાર તાળું મારી અંદર જુગાર રમી રહ્યાં હતા. વીડિયો વાયરલ થવાની સાથે એએમસીના અધિકારીઓ અને સત્તાધિશો સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. તેવામાં હવે એએમસી આ કર્મચારીઓ સામે શું કાર્યવાહી કરે તે જોવાનું રહેશે.
ઓફિસ બંધ, અંદર જુગારનો ખેલ
અમદાવાદના શાહપુર વિસ્તારમાં રંગીલા માસ્ટર ઓફિસનો આ વીડિયો છે. જ્યાં કર્મચારીઓએ ઓફિસમાં તાળું મારી દીધું અને અંદર જુગાર રમી રહ્યાં હતા. ત્યારે કોર્પોરેટર દ્વારા આ કર્મચારીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે.