નોનવેજની દુકાન બંધ કરાવવા ગયેલ કોર્પોરેશનનાં કર્મચારીને બંધક બનાવાયા અને...

ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે ગયેલી સુરત મહાનગર પાલિકાની ટીમને દુકાન ચલાવનારાઓએ જબરદસ્તી કેદ કરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે બાદમાં પોલીસ દ્વારા સુરત મનપા કર્મચારીઓનો છુટકારો થયો હતો. સુરત મનપાના અધિકારીઓ અને સ્થાનિક લોકોની રજૂઆત બાદ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ઘટના સુરતના અડાજણ ગામ વિસ્તારની છે.
નોનવેજની દુકાન બંધ કરાવવા ગયેલ કોર્પોરેશનનાં કર્મચારીને બંધક બનાવાયા અને...

ચેતન પટેલ/સુરત: ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે ગયેલી સુરત મહાનગર પાલિકાની ટીમને દુકાન ચલાવનારાઓએ જબરદસ્તી કેદ કરી દેતા હોબાળો મચી ગયો હતો. જોકે બાદમાં પોલીસ દ્વારા સુરત મનપા કર્મચારીઓનો છુટકારો થયો હતો. સુરત મનપાના અધિકારીઓ અને સ્થાનિક લોકોની રજૂઆત બાદ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. ઘટના સુરતના અડાજણ ગામ વિસ્તારની છે.

અહીં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી નોનવેજની એક દુકાન ચાલી રહી હતી. શરૂઆતમાં કોઈ સમસ્યા ન હતી, પરતું છેલ્લા કેટલાક મહિનાઓથી મોડી રાત્રી સુધી દુકાન ચાલુ રહેતા સ્થાનિકો હેરાન થઇ ગયા હતા.  નોનવેજ બની રહી હોય ત્યારે તેની તીવ્ર ગંધ સમગ્ર વિસ્તારમાં આવતી હતી, સાથે નોનવેજ કુતરાઓ ઘસડીને લોકોના ઘર સુધી લઇ આવતા હતા, તો સામે જ મંદિર હોવાથી લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી. 

જેને આધારે મનપા દ્વારા નોટીસ આપી દુકાન બંધ કરવા માટે જણાવ્યું હતું. જોકે દુકાનના માલિક દ્વારા મનપાના નોટીસ અંગે કોઈ કાર્યવાહી ન કરતા આજે સવારે મનપાની ટીમ ડિમોલીશન માટે પહોંચી હતી. શરૂઆતમાં તો કોઈ વિરોધ થયો ન હતો. પરતું બાદમાં દુકાનના માલિકોના અન્ય સંબધીઓ આવી જતાં મનપાના અધિકારીઓને કેદ કરી દેવામાં આવ્યા હતા.

 

આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું અને પોલીસ અને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મનપા અધિકારીઓનો છુટકારો કરાવ્યો હતો. જોકે લોકો પોતાનો વિરોધ લઇ અડાજણ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક કોર્પોરેટર અને મનપાના અધિકારીઓની રજૂઆત બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર ભાગ તોડી પાડવામાં આવ્યો હતો, સાથે જ નોનવેજની દુકાન બંધ કરવા પણ જણાવવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news