)
Gujarat Police Encounter : ગાંધીનગરમાં અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે મોડી રાત્રે યુવક-યુવતી જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતા. ત્યારે હત્યા અને લૂંટના ઈરાદે આવેલા એક વ્યક્તિએ તેમને ધમકાવ્યા હતા. ત્યારબાદ યુવકે પ્રતિકાર કરતા તેની હત્યા કરવામાં આવી હતી, જ્યારે યુવતી ઉપર પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં સામેલ સાઇકો કિલરનું પોલીસે એનકાઉન્ટર કરી દીધું છે.
પોલીસે કર્યું એનકાઉન્ટર
પ્રાપ્ત વિગત અનુસાર લૂંટ અને હત્યા કેસમાં સંડોવાયેલા વિપુલ પરમારને આજે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ પાસે લાવી હતી. આ દરમિયાન સાઇકો કિલરે પોલીસની રિવોલ્વર ખેંચી હુમલા કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા આરોપીનું મોત થયું છે.
રાજકોટના માંડા ડુંગરમાંથી થઈ હતી ધરપકડ
ગાંધીનગરમાં અંબાપુર નર્મદા કેનાલ પાસે ચકચારી લૂંટ-હત્યા કેસમાં સામેલ આરોપી વિપુલ પરમારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લીધો હતો. આ કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી. જ્યારે આ ઘટના બની તે દિવસના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો.
બર્થડે સેલિબ્રેટ કરતા કપલ સાથે શું બન્યું હતું
અમદાવાદના અડાલજ વિસ્તારની હદમાં આવતા અમીયાપુર નજીક કેનાલ પાસે યુવક અને યુવતી સાથે આ બનાવ બન્યો હતો. સરદાર નગર વિસ્તારમાં રહેતા વૈભવ મનવાણીનો જન્મદિવસ હોવાથી તે અને એક યુવતી કેનાલ પાસે ગયા હતા. વૈભવ અને યુવતી બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા ત્યારે વૈભવ મનવાણીની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. તો યુવતી પર પણ હુમલો કર્યો હતો. જેથી યુવતી કારમાંથી ઈજાગ્રસ્ત હાલમાં મળી આવી હતી, ત્યારબાદ તેને સારવાર માટે ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ હતી.
છરીના ઘા લાગેલી હાલતમાં યુવતી અડધો કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા પર પહોંચી હતી
જોકે ઘટનાસ્થળ નિર્જન હોવાથી કોઈ મદદ મળી નહોતી. ત્રણ જગ્યાએ છરીના ઘા વાગવા છતાં ઈજાગ્રસ્ત યુવતી અડધો કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા પર આવી હતી. જ્યાં પસાર થતા એક દંપતીની મદદથી પોતાના પિતાને જાણ કરી હતી. ત્યારબાદ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.
આરોપીની ધરપકડ અને ભૂતકાળના ગુના
આ કેસની તપાસ દરમિયાન, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી વિપુલ પરમારને ઝડપી પાડ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિપુલ પરમાર એક ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેણે ભૂતકાળમાં પણ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ આચર્યા હતા. એ હદે પરિવારજનો કંટાળ્યા હતા કે માતાએ પોલીસને એમ સુધી કહી દીધું હતું કે તમારે જે કરવું હોય એની સાથે કરો, પરિવારે ન્યૂઝ પેપરમાં અમારા એની સાથે કોઈ સંબંધ ન હોવાની પણ જાહેરાતો આપી હતી.
ગુજરાતમાં એન્કાઉન્ટરનો ઈતિહાસ....