રાજકોટ :દર વર્ષે ભારતમાં અનેક વિદેશી નાગરિકો આવતા હોય છે. વિદેશી નાગરિકો ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરતા હોય છે, તો કેટલાકને ભારત એટલુ ગમે છે કે તેઓ ચાર/પાંચ મહિના સુધી ભારતમાં રહે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરે છે. ત્યારે ઈંગ્લેન્ડને રાજકોટ જતી ટ્રેનમાં દુખદ મોત મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : લગ્નપ્રસંગમાં રમતા-રમતા બાળકી વાયરને અડી ગઈ, જોતજોતામાં થયું મોત


પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદથી નીકળેલી ટ્રેનમાં રાજકોટ જંક્શન પાસે એક વિદેશી નાગરિકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ટ્રેનથી અમદાવાદથી ઉપડી હતી, ત્યારે રાજકોટમાં રેલવે પોલીસ દ્વારા વિવિધ કોચમાં ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે એક વિદેશી નાગરિક બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારે રેલવે પોલીસે તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, પણ તેમનું મોત થયું હતું.


Pics : મોરબીની આ ટબૂકડીના લાંબાલચક વાળ જોઈ કોલેજિયન યુવતીઓને પણ થાય છે ઈર્ષ્યા


પોલીસે તેમના પાસેના સામાનની તપાસ કરી હતી. જેમાં માલૂમ પડ્યું હતું, કે તેમનુ નામ ડેવિડ આર્થર હતું અને 67 વર્ષીય આર્થર ઈંગ્લેન્ડના વતની હતા. ત્યારે પોલીસ તેમની વધુ માહિતી મેળવવામાં તપાસ કરી રહી છે. તેઓ ભારતમાં કોને ત્યાં આવ્યા હતા, અમદાવાદથી ક્યાં જવા નીકળ્યા હતા, ભારતમાં તેમને અન્ય કોઈ ઓળખે છે કે નહિ કે તેઓ એકલા જ ભારત આવ્યા હતા, તે દિશામા પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે, જેથી જાણ શકાશે કે તેમનુ મોત ગરમી, હાર્ટએટેક કે અન્ય કોઈ કારણોસર થયું છે.