એકના એક દીકરાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. અન્ય બનાવમાં પાંડેસરામાં આઠ માસની પુત્રી છેલ્લા બે દિવસથી તાવ અને શરદી હતી. તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન કેસનું કરુણ મોત નીપજ્યું હતું.

ઝી બ્યુરો/સુરત: શહેરમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. શહેરમાં ઉનાળાની શરૂઆત થઈ હોવા છતાં શરદી-ઉધરસ અને તાવના કેસ યથાવત રહ્યા છે. રોગચાળામાં બે બાળકોના કરુણ મોત નીપજ્યા છે. સુરત રત્નકલાકારના ત્રણ માસના પુત્રનું ઝાડા ઉલ્ટી બાદ મોત થયું છે.
એકના એક દીકરાનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. અન્ય બનાવમાં પાંડેસરામાં આઠ માસની પુત્રી છેલ્લા બે દિવસથી તાવ અને શરદી હતી. તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન કેસનું કરુણ મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં માત્ર એક સપ્તાહમાં શરદી-ઉધરસના 316, તાવના 317 ઝાડા-ઉલટીના 78, ઝેરી કમળાના 2, ટાઈફોઈડના 1 તથા મેલેરિયાનો 1 જેટલા કેસ મળીને કુલ 715 જેટલા રોગચાળાના કેસ મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા. છે. ફરીથી ઋતુ બદલાતા ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે.
ડબલ ઋતુના અનુભવના કારણે રોગચાળો વકરતા રાજકોટમાં RMCએ ગાઈડલાઈન જાહેર કરી છે. ભારે તાપમાં પોતાને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તે અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઉપરાંત બાંધકામ સાઇટ પર શુ ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.