ઇથિયોપિયન એરલાઇન્સના વિમાન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીના મોત

 ઇથિયોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 એરક્રાફ્ટ રવિવારે ક્રેશ થયું હતું. જેમાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના 2 બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ ગુજરાતમાં વસતા પરિવારને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

ઇથિયોપિયન એરલાઇન્સના વિમાન ક્રેશમાં એક જ પરિવારના 6 ગુજરાતીના મોત

વડોદરા: ઇથિયોપિયન એરલાઇન્સ બોઇંગના 737 મેક્સ 8 એરક્રાફ્ટ રવિવારે ક્રેશ થયું હતું. જેમાં મૂળ સુરતના અને વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા પરિવારના 2 બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ ગુજરાતમાં વસતા પરિવારને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.  

ટોરેન્ટોમાં સ્થાયી થયેલા પન્નાગેસ વૈદ્ય તથા તેમના પત્ની હંસીનીબહેન વૈદ્ય તથા કેનેડામાં જ વર્ષોથી સ્થાયી તેમની દીકરી કોશાબહેન, જમાઇ પ્રતિકભાઇ અને તેમની બે દીકરીઓ સફારી પાર્ક જોવા માટે ઇથિયોપિયન એરલાઇન્સના બોઇંગ 737 વિમાનમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન પ્લેન ક્રેશ થતાં તમામ 6 વ્યક્તિના મોત નીપજ્યાં હતા. સફારી પાર્કમાં પન્નાગેસના પુત્ર મનનભાઇ અને તેમનો પરિવાર પણ જવાનો હતો. પરંતુ તેઓ કોઇક કારણસર ન જતાં તેઓ આ દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતા.

શું પોતાનું ‘મિશન સૌરાષ્ટ્ર’ સફળ બનાવવા ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી રહ્યું છે?

વિમાન દુર્ધટનામાં મોચને ભેટેલાપન્નાગેસ વૈદ્યનો બીજો પુત્ર મયંકભાઇ વૈદ્ય અમદાવાદમાં રહે છે. રવિવારે બનેલી દુર્ઘટના અંગે માહિતી આપતા વડોદરામાં રહેતા દિપ્તીબહેન વોરાએ જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાં મારા પિતરાઇ ભાઇ પન્નાગેસ વૈદ્ય વડોદરામાં ઇલોરા પાર્કમાં પરિવાર સાથે રહેતા હતા. જોકે, ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે રહેવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ કેનેડાના ટોરેન્ટોમાં ગયા હતા. જ્યાં તેઓ પરિવાર સાથે સ્થાયી થઇ ગયા હતા. પન્નાગેસ અને તેમના પત્ની હંસીનીબહેન કેનેડામાં નોકરી કરતા હતા અને તેમના પુત્ર મનન વૈદ્ય સાથે રહેતા હતા.

આ વિમાન દુર્ધટનામાં ઇથિપિયામાં પ્લેન ક્રેશમાં 6 ગુજરાતીના મોત થયા છે. સુરતના પરિવાર પરેતીત દીક્ષિત,પત્ની કોશ મોટી દીકરી આશકા 16 વર્ષ નાની દીકરી અનુષ્કા 13 સાથે સાસુ સસરાનું પણ મોત થયું હોવાના અહેવાલ મળી કહ્યા છે. સાસુ સસરા મૂળ અમદાવાદના વતની છે તેમનો પરિવાર સુરતમાં રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news