યુરોપિયન પેટન્ટ ઓફિસ દ્વારા ઓટો અને આઈટી ક્ષેત્રે ઈનોવેશનને સહાય અંગે થઇ ચર્ચા

ભારત અને યુરોપ વચ્ચે પેટન્ટ સંબંધોની સંભાવના ચકાસવા તથા મજબૂત કરવા યુરોપિયન બિઝનેસ એન્ડ ટેકનોલોજી સેન્ટર અને વાય.જે. ત્રિવેદી-એએમએ એકેડમી ફોર આઈપીઆરના સહયોગથી" ભારત અને યુરોપ વચ્ચે પેટન્ટ અંગેના સંબંધોની સંભાવના" અંગે રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન યુરોપિયન પેટન્ટ ઓફિસના ઓલિવર વુર્ઝર અને જ્યોર્જ વેબરની હાજરીમાં કરવામાં આવ્યું હતું. 

યુરોપિયન પેટન્ટ ઓફિસ દ્વારા ઓટો અને આઈટી ક્ષેત્રે ઈનોવેશનને સહાય અંગે થઇ ચર્ચા

અમદાવાદ: ભારત અને યુરોપ વચ્ચે પેટન્ટ સંબંધોની સંભાવના ચકાસવા તથા મજબૂત કરવા યુરોપિયન બિઝનેસ એન્ડ ટેકનોલોજી સેન્ટર અને વાય.જે. ત્રિવેદી-એએમએ એકેડમી ફોર આઈપીઆરના સહયોગથી" ભારત અને યુરોપ વચ્ચે પેટન્ટ અંગેના સંબંધોની સંભાવના" અંગે રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન યુરોપિયન પેટન્ટ ઓફિસના ઓલિવર વુર્ઝર અને જ્યોર્જ વેબરની હાજરીમાં કરવામાં આવ્યું હતું. 

યુરોપિયન બિઝનેસ એન્ડ ટેકનોલોજી સેન્ટરના ડિરેકટર પૉલ વી. જેન્સન તથા એનઆરડીસીના ચેરમેન ડો.એચ.પુરૂષોત્તમ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગો,શિક્ષણ જગત, ઈન્ક્યુબેશન સેન્ટરની સાથે સાથે સ્ટાર્ટ અપના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા અને ચર્ચામાં સામેલ થયા હતા.

વાય.જે. ત્રિવેદી એન્ડ કંપનીના આઈપી એટર્ની શ્રી જતીન ત્રિવેદી જણાવે છે કે "આ ગોળમેજી ચર્ચામાં ઓટોમોબાઈલ અને માહિતી ટેકનોલોજી જેવા વિકાસમાન ક્ષેત્રો અંગે નક્કરપણે ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષી ચર્ચા યોજાઈ હતી. ચર્ચાનો ઉદ્દેશ આ વિષયો સાથે સંકળાયેલા વિવિધ સહયોગીઓને આવરી લઈને તમામ પાસાઓને આવરી લેવાનો હતો. ભારતમાં મજબૂત આઈપી વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી અપાઈ હતી અને ઝડપથી બદલાતી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા બાબતે તથા ઈનોવેશનને આગળ ધપાવવા અંગે ચર્ચા થઈ હતી."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news