આટલા કરોડના માલિક હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જાણો કુલ કેટલી હતી સંપત્તિ

Vijay Rupani Net Worth: 12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. આજે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિજય રૂપાણીએ 2016થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી સંભાળી હતી. આજે અમે તમને વિજય રૂપાણીની સંપત્તિ વિશે માહિતી આપીશું.

આટલા કરોડના માલિક હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જાણો કુલ કેટલી હતી સંપત્તિ

Vijay Rupani Net Worth: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12 જૂન, 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમની ઉંમર 61 વર્ષ હતી. તેઓ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 દ્વારા લંડન જઈ રહ્યા હતા. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ટેકઓફ થયાની થોડી મિનિટો પછી, વિમાન મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલ પર ક્રેશ થયું. વિજય રૂપાણી કરોડોની સંપત્તિ છોડી ગયા છે. આ ઉપરાંત, ટાટા ગ્રુપે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

વિજય રૂપાણીની ચલ સંપત્તિ
2021મા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટ અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત 5.43 કરોડ રૂપિયા હતી.

રોકડ: રૂ. ૨,૧૦,૨૩૩
બેંક ડિપોઝીટ: રૂ. ૭૪,૯૩,૧૫૮
શેર અને મ્યુચ્યુઅલ ફંડ: રૂ. ૩,૦૦,૯૬,૪૧૨
ઝવેરાત: રૂ. ૧૭,૯૪,૬૭૨
વીમા પૉલિસી: રૂ. ૧૬,૫૬,૧૨૨
વાહનો: રૂ. ૧૭,૮૫,૪૮૦
લોન: રૂ. ૮૨,૫૫,૦૩૬

વિજય રૂપાણીની અચલ સંપત્તિ
વિજય રૂપાણી પાસે કુલ 3 કરોડ રૂપિયાના મૂલ્યની અચલ સંપત્તિઓ હતી.

રાજકોટ બિન-ખેતી જમીન: રૂ. ૧,૪૧,૭૬,૦૦૦
આવાસ: રૂ. ૨,૦૩,૩૧,૦૦૦
વાણિજ્યિક મિલકત: રૂ. ૨૧,૦૦,૦૦૦

વિજય રૂપાણી પર દેવું
ચૂંટણી એફિડેવિટ અનુસાર વિજય રૂપાણી પર 83 લાખ રૂપિયાનું દેવું હતું, જે તેમણે પરિવારના સભ્યો અને નજીકના સહયોગીઓ પાસેથી ઉધાર લીધું હતું. આ દેવું અંજલીબેન રૂપાણી અને બિપિનભાઈ જેવા પરિચિતો પાસેથી લેવામાં આવ્યું હતું.

2017થી 2022 સુધી સંપત્તિમાં વધારો
વર્ષ 2017 અને 2022મા આપવામાં આવેલા ચૂંટણી એફિડેવિડથી ખ્યાલ આવે છે કે વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેનની સંયુક્ત કુલ સંપત્તિ લગભગ 9.21 કરોડ રૂપિયા હતી.

પત્નીની ચલ સંપત્તિઃ લગભગ 50 લાખ રૂપિયા
પત્નીની અચલ સંપત્તિઃ લગભગ 1 કરોડ રૂપિયા

આ સંપત્તિ રાજકોટ અને અમદાવાદના મુખ્ય લોકેશન પર હતી, જેનો ભાવ સતત વધી રહ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news