ટુંક સમયમાં યોજાશે લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષા, સરકારે જાહેર કરી તારીખ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી
અમદાવાદ: રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે તા. 2 ડિસેમ્બર 2018ના યોજાનાર લેખિત પરીક્ષા પેપર લીક થવાના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રદ થતાં રાજ્યભરના 8.75 લાખ જેટલા યુવા ઉમેદવારોને તકલીફ પડી અને પરીક્ષા સ્થળે આવવા-જવાનો બિનજરૂરી ખર્ચ પણ ભોગવવો પડયો હતો.
વધુ વાંચો: મહાપાલિકાની ભરતી મામલે NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન
રાજ્ય સરકારે આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી લેખિત પરીક્ષાનું પારદર્શી રીતે ફૂલપ્રુફ વ્યવસ્થા અને કડક બંદોબસ્ત સાથે કોઇ પણ ક્ષતિ વગર આયોજન કરવાના હેતુસર સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો. રાજ્ય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું છે કે, લોકરક્ષક ભરતી બોર્ડની લેખિત પરીક્ષા હવે આગામી તા. 6 જાન્યુઆરી 2019 રવિવારે રાજ્યભરમાં યોજવામાં આવશે.
વધુ વાંચો: ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ન્યાય યાત્રામાં રણટંકાર, સરકાર યુવાનોને ન્યાય આપે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પરીક્ષામાં ઉમેદવારી કરી રહેલા યુવા ઉમેદવારોને ફરીથી યોજાનારી પરીક્ષા આપવા જવા-આવવા એસ.ટી બસમાં વિનામૂલ્યે સુવિધા આપવાની જે જાહેરાત કરી હતી, તેનો પણ આગામી તા. 6 જાન્યુઆરી 2019ના યોજાનાર પરીક્ષામાં અમલ કરવામાં આવશે તેમ વિકાસ સહાયે ઉમેર્યુ હતું.
વધુ વાંચો: પ્રમુખ સ્વામી જન્મજયંતિ ઉજવણી દિવસ 2: આખો દિવસ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન
મુખ્યમંત્રીએ પેપર લીક થવાના મામલે ગત તા. 2 ડિસેમ્બર 2018ના યોજાનાર પરીક્ષા મુલત્વી રાખીને હવે, નિર્દોષ, હોશિયાર, ઇમાનદાર યુવા ઉમેદવારોને પુરતી તક મળે અને સૌ ઉમેદવારો ખંતથી આગામી પરીક્ષાની તૈયારીમાં લાગી જાય તેવો ધ્યેય પણ આ નવી પરીક્ષા તા. 6 જાન્યુઆરી 2019એ જાહેર કરવા પાછળ રાખેલો છે એમ પણ ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું છે કે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટૂંક સમયમાં ઇસ્યુ કરવામાં આવશે.