કરફ્યૂ વચ્ચે અમદાવાદમાં વિવિધ પરીક્ષાઓ શરૂ, ઉમેદવારોને એન્ટ્રી મળી

Updated By: Nov 22, 2020, 09:09 AM IST
કરફ્યૂ વચ્ચે અમદાવાદમાં વિવિધ પરીક્ષાઓ શરૂ, ઉમેદવારોને એન્ટ્રી મળી
  • અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન સીએના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આવી.
  •  શનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા આજે પરીક્ષાનું આયોજન કરાયું છે. NIC સાયન્ટિસ્ટ B 2020ની પરીક્ષા લેવાશે

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં કરફ્યૂ વચ્ચે પરીક્ષાઓ કેન્સલ કરાઈ નથી. કરફ્યૂ (curfew) ના બીજા દિવસે આજે શહેરમાં જુદી જુદી પરીક્ષાઓનું આયોજન કરાયું છે. SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા આજે પરીક્ષા યોજાશે. કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (ટીઅર - 3)ની પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં 4 સેન્ટરો પર 1097 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સવારે 10 વાગ્યાથી પરીક્ષાનું આયોજન કરાયું છે. ત્યારે પરીક્ષાર્થીઓને સેન્ટરમાં પ્રવેશ આપવાની શરૂઆત કરાઈ છે. 100 માર્કની આ પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે. SSC CGL ટીઅર 3માં પાસ થનાર ઉમેદવારે ટીઅર 4ની પરીક્ષા આપવાની રહેશે. 

આ પણ વાંચો : ધબકતુ અને સતત દોડતું અમદાવાદ શાંત થયું, કરફ્યૂનો બીજા દિવસે રસ્તાઓ સૂમસાન 

ICAI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા આજે પરીક્ષાનું આયોજન કરાયું છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આવી છે. CA ની ઈન્ટરમિડીએટ પરીક્ષાઓ આજથી શરૂ થશે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉ કોરોના મહામારીને કારણે CA ની પરીક્ષા મોકૂફ રહી હતી. ત્યારે CA ફાઈનલની પરીક્ષાઓ આજથી શરૂ  થઈ રહી છે. આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે.

આ પણ વાંચો : ‘હેલ્લો, અમને પ્લાઝમાની જરૂર છે, કોઈ મદદ કરશો?’ સાંભળતા જ મદદે દોડી જાય છે રાજકોટનું આ ગ્રૂપ

COVID-19થી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને, ICAIએ કેટલીક ખાસ સુવિધા આપી છે. જેમાં તેઓ પોતાની પરીક્ષાના અંતિમ સમય સુધી ગમે ત્યારે બહાર નીકળી શકે છે. તેમજ આગામી પરીક્ષા જાન્યુઆરી 2021માં હાજર રહેશે અથવા મે 2021 અને તે માટે ઓનલાઇન વિંડોની સુવિધા આપવામાં આવી છે.

NIC એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા આજે પરીક્ષાનું આયોજન કરાયું છે. NIC સાયન્ટિસ્ટ B 2020ની પરીક્ષા લેવાશે. અંદાજે 288 જેટલી જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાનાર છે.