close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Exclusive: ભાજપ પર અનેક આકરા પ્રહારો વચ્ચે હાર્દિક પટેલે આ દિગ્ગજ BJP નેતાને ખાસ કર્યાં યાદ

છેલ્લા કેટલાક સમયથી હાર્દિકની સભામાં મગજમારી જોવા મળી રહી છે. પહેલા સુરેન્દ્રનગરમાં એક સભા દરમિયાન તેને સ્ટેજ પર લાફો પડ્યો અને ત્યારબાદ અમદાવાદના નિકોલ ખાતે સભામાં ખુરશીઓ ઉછળી.  કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી

Viral Raval Viral Raval | Updated: Apr 21, 2019, 02:17 PM IST
Exclusive: ભાજપ પર અનેક આકરા પ્રહારો વચ્ચે હાર્દિક પટેલે આ દિગ્ગજ BJP નેતાને ખાસ કર્યાં યાદ

ગૌરવ પટેલ, અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી હાર્દિકની સભામાં મગજમારી જોવા મળી રહી છે. પહેલા સુરેન્દ્રનગરમાં એક સભા દરમિયાન તેને સ્ટેજ પર લાફો પડ્યો અને ત્યારબાદ અમદાવાદના નિકોલ ખાતે સભામાં ખુરશીઓ ઉછળી.  કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી. 

પ્રશ્ન.  પાસના નેતાથી શરૂઆત થઈ, રાજકીય નેતા તરીકે કેરિયર શરૂ કરી...કારકિર્દીમાં વિવાદ ઘણા જોવા મળ્યાં છે.
જવાબ. સારા કામમાં હેરાન કરનારા ઘણા હોય. મારી લડાઈ ઈમાનદારીથી લડ્યો. લોકો માટે, યુવાઓ, ખેડૂતો માટે લડ્યો છું. લડાઈમાં ભાજપના લોકોએ હેરાન પરેશાન ઘણો કર્યો છે. વિચલિત થઈને ઘરે નથી બેઠો. ભાજપ સામે લડ્યો છું. મહિલાઓની સુરક્ષા માટે, યુવાઓ માટે, મોંઘવારી સામે લડ્યો છું. 

પ્રશ્ન: કોઈને હેરાન કરવો હોય તો શરુઆતથી હેરાન કરે, ચૂંટણીના બે દિવસ બાકી અને આવી હોબાળાની ઘટનાઓ કેમ?
જવાબ: આ તો બે દિવસ લાગે છે કે બાકી મને 9 મહિના જેલમાં પૂર્યો હતો. મારા પર 32 કેસ છે. મારા પરિવારને રહેવા માટે મકાન આપવા નથી દેતા. મારા ઘરે ખોટી રીતે આવીને પોલીસવાળા ઈન્ક્વાયરી કરતા હોય છે. મમ્મી પપ્પાને હેરાન કરે છે. ગઈ કાલે મારા પર હુમલો થયો. હુમલો કરવા કોણ આવ્યાં હતાં તેમનો ઈતિહાસ જુઓ. ભાજપ ક્યાંકને ક્યાંક પાટીદાર સમાજ અને ગુજરાતના ખેડૂતોથી ડરે છે. એટલે ભાજપના લોકો મારા પર હુમલો કરવો, પાટીદાર સમાજના નામ પર મારો વિરોધ કરાવવાનું કામ કરે છે. પણ અહીં હાર્દિકે ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીને યાદ કરીને કહ્યું કે ભલે હું કોંગ્રેસનો નેતા રહ્યો પરંતુ મને તેમની એક કહેવત યાદ આવે છે કે હું પડી જઈશ, હું પાછો નહીં વળી શકું પણ હું ક્યારે કોઈના મુદ્દાને છોડી નહીં શકું. કારણકે મને ઘણા બધા લોકોએ પ્રેમ અને સહયોગ આપ્યો છે. કરોડો લોકો સહયોગ આપતા હોય અને બે લોકો વિરોધ કરતા હોય તો બે લોકોના કારણે કરોડો લોકોની આશાઓ ભૂલી જાઉ. મારે કરોડો લોક માટે કામ કરવાનું છે. હું મારા માટે નથી આવ્યો પણ લોકો માટે આવ્યો છું. 

સવાલ: માન્યું કે જે લોકો ગઈ કાલે હુમલો કરવા આવ્યાં હતાં, સભામાં હોબાળો થયો. તમારો દાવો છે કે તે લોકોનો ઈતિહાસ ગુનાહિત છે. પરંતુ પાસના આંદોલન વખતે આ લોકો સુરતમાં તમારી સાથે જોડાયેલા હતાં.
જવાબ: આંદોલનમાં ગમે તે લોકો જોડાય છે. ભાજપમાં પણ આતંકવાદીઓ જોડાયેલા છે. આટલું મોટું આંદોલન હોય, ઘણા બધા જોડાયેલા હોય, પણ વ્યક્તિગત સ્વાર્થથી જોડાયેલા હોય. ગઈ કાલે તેઓ સુરતથી અહીં વિરોધ કરવા આવ્યાં. એમને કોંગ્રેસનો વિરોધ હોય તો સુરતમાં કરે, પણ તેમને તો હાર્દિકનો વિરોધ છે. હાર્દિક આગળ વધે છે, લોકોનો અવાજ ઉઠાવે છે, હાર્દિક ભાજપને પરાસ્ત કરી શકે તેવી તેનામાં તાકાત છે, હાર્દિકની સભામાં હજારો લોકો આવે છે. આ બધી સ્થિતિમાં ભાજપના લોકો પૈસા આપીને ભાડાના લોકો, ગુંડાઓ મોકલે છે. હાર્દિકની વાત લોકો સુધી ન પહોંચે એટલે આવો હંગામો કરે છે. હું ડરવાનો નથી. મને ખબર છે કે આજે વિરોધ કરશે, કાલે ગોળી પણ મારી દેશે. મારી હત્યા કરવાની પૂરી તૈયારી ભાજપના લોકોએ કરી છે. પણ હું ચૂપ બેસવાનો નથી. મુદ્દા સાથે લડવાનો છું. મને ભારત-પાકિસ્તાનમાં રસ નથી. હિન્દુ- મુસલમાનમાં રસ નથી. મને ખેડૂતો, યુવાઓના અધિકારોમાં રસ છે. મહિલાઓના સન્માનમાં રસ છે. 

સવાલ. અલ્પેશનો સહારો કેમ લેવાયો?
જવાબ: ભાજપ પાસે સહારો લેવાની કોઈ જગ્યા જ નથી. કઈ રીતે વિરોધ કરવો. ગુજરાતનો પાટીદાર સમાજ હાર્દિકની સાથે છે. ગુજરાતનો ખેડૂત સમાજ હાર્દિક સાથે છે. લોકોને હાર્દિકથી દૂર કરવા માટે આવો અવળચંડાઈભર્યા કામો ભાજપ કરે છે. અત્રે જણાવવાનું કે નિકોલની સભામાં અલ્પેશના કથિત સમર્થકોએ હોબાળો કર્યો હતો. 

સવાલ. અલ્પેશ કથિરીયા અને હાર્દિક વચ્ચે શું સંબંધ છે? 
જવાબ: સાડા 3 વર્ષથી આંદોલન સાથે કરીએ છીએ. હું 9 મહિના અને તે 3 મહિના જેલમાં રહ્યો. સમાજ હિત માટે લોકોના હિત માટે કામ કરીએ છીએ. 

વાલ: એવો આક્ષેપ છે કે અલ્પેશને છોડાવવા માટે પ્રયત્નો થતા નથી. 
જવાબ: કઈ રીતે થાય? જજ સાથે સેટિંગ કરવા જઉ? તમને અને મને ખબર છે કે જજ આગળ કોઈનું ના ચાલે. નહીં તો હું જ નવ મહિના જેલમાં ન રહ્યો હોત. 

સવાલ: સૌથી વધુ કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે જનસભાઓ હાર્દિકે કરી, શું કારણ?
જવાબ: કોંગ્રેસના અલગ અલગ નેતાઓ સભાઓ કરે છે. પણ મને પાર્ટીએ સ્પેશિયલ વ્યવસ્થા આપી કે હાર્દિક તુ વધારે ફર, લોકોને સમજ. વધુ વ્યવસ્થા આપી હોવાથી દિવસની 5 થી 6 સભાઓ કરું છું. અલગ અલગ વિસ્તારોમાં જઉ છું. લોકોને જાણું છું સમજુ છું. જે રીતે લોકો પ્રેમ આપે છે, સહયોગ આપે છે મને એવું લાગે છે કે ગુજરાતના લોકો ખુદ આ વખતે ભાજપથી નારાજ છે. નરેન્દ્રભાઈએ ગુજરાતને જે વચનો આપ્યા હતાં, જે ગાયમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાત કરી હતી, આજ સુધી તે કર્યું નહીં. ઉપરથી સૌથી વધુ કતલખાના મોદીના રાજમાં શરૂ થયાં. તેમના રાજમાં દેશમાં સૌથી વધુ જવાનો શહીદ થયાં. ભાજપના રાજમાં સામાન્ય જનતા પરેશાન છે. ભાજપ ગુપ્ત રીતે ભ્રષ્ટાચાર કરીને લોકોને લૂંટી રહી છે. 

સવાલ: આ બધા મુદ્દા પ્રજાને કેમ સ્પર્શી શકતા નથી?
જવાબ: કોંગ્રેસ પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. કોંગ્રેસ જોડે પૈસા નથી કે તે પ્રચાર કરી શકે. મીડિયાને ખરીદી શકે. ભાજપ જોડે જેટલા પૈસા છે એટલા કોંગ્રેસ પાસે નથી. ભાજપે દેશને લૂંટવાનું કામ કર્યું છે, કોંગ્રેસે આપવાનું કામ કર્યું છે. અમે ઈમાનદારીથી સરદારસાહેબના ભારતને બચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં છીએ. 

હાર્દિકે કહ્યું કે પીએમ મોદીએ 5 વર્ષમાં ગુજરાત માટે, દેશ માટે શું કર્યું તે કહેતા નથી પરંતુ લોકોને હિન્દુ મુસલમાનના નામે ગુમરાહ કરે છે. ઘડીક પાકિસ્તાનના નામે ગુમરાહ કરે છે. ભાજપ લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે, મુદ્દાનું કામ નથી કરતી. 

સવાલ: અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં નથી તો કેટલું નુકસાન?
જવાબ: હું વ્યક્તિગત રીતે કોઈની ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ આ દેશના હિત માટે યુવાઓની રાજકારણમાં ખુબ જરૂર છે. હું અલ્પેશભાઈના વિરુદ્ધમાં નથી બોલવા માંગતો. મેં ક્યારેય કોઈનો વિરોધ આજ દિવસ સુધી નથી કર્યો. મને મુદ્દાનો, વ્યવસ્થાનો વિરોધ છે. 

સવાલ: અલ્પેશ ઠાકોર તમને સલાહ આપે છે કે ભડકાઉ ભાષણ ન કરવા જોઈએ.
જવાબ: મને લાગે છે કે પરપ્રાંતિઓ મુદ્દે ઉત્તર ભારતીયો  પરપ્રાંતિઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપીને નિર્દોષ લોકોને ગુજરાત છોડવા માટે મજબુર કર્યા હતાં.