રાજકોટ: ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય પર ઘાતક હુમલો

ગુજરાત રાજ્યના પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય સતીષ શિંગાળા પર ઘાતક હુમલાના અહેવાલથી ચકચાર મચી ગઈ છે. શિંગાળા પર રૈયા ચોકડી પાસે હુમલો થયો હતો.

Updated By: Mar 3, 2018, 12:07 PM IST
રાજકોટ: ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય પર ઘાતક હુમલો
તસવીર-સૌજન્ય સતિષ શિંગાળા ફેસબુક પેજ

રાજકોટ/રક્ષિત પંડયા: ગુજરાત રાજ્યના પ્રદેશ યુવા ભાજપના કારોબારી સભ્ય સતીષ શિંગાળા પર ઘાતક હુમલાના અહેવાલથી ચકચાર મચી ગઈ છે. શિંગાળા પર રૈયા ચોકડી પાસે હુમલો થયો હતો.

મળતી માહિતી મુજબ સતીષ શીંગાળા પર રૈયા ચોકડી પાસે ચાર શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હુમલો સતીષ શિંગાળાના પૂર્વ પાટનર દ્વારા કરાયો હોવાનું બહાર આવ્યું છે.

ઈજાગ્રસ્ત સતીષ શિંગાળાને સાધુ વાસવાણી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં. યુનિવર્સિટી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.