વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, પરંતુ કોર્પોરેશન બન્યું અવરોધરૂપ

વડોદરા ટ્રાફીક પોલીસ લોકોનો પાર્કિગમાં વાહનો પાર્ક ન કરે તેમજ રોડ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક ન કરે તે માટે શહેરના રસ્તાઓ પર નો પાર્કિગના બોર્ડ અને પીળા કલરના પટ્ટા મારી રહી છે. 

વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, પરંતુ કોર્પોરેશન બન્યું અવરોધરૂપ

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા ટ્રાફીક પોલીસ લોકોનો પાર્કિગમાં વાહનો પાર્ક ન કરે તેમજ રોડ રસ્તા પર આડેધડ વાહનો પાર્ક ન કરે તે માટે શહેરના રસ્તાઓ પર નો પાર્કિગના બોર્ડ અને પીળા કલરના પટ્ટા મારી રહી છે. પરંતુ ટ્રાફીક પોલીસની રોડ રસ્તા પર પીળા પટ્ટા મારવાની કામગીરી પર કોર્પોરેશન તંત્રના કારણે બ્રેક લાગી ગઈ છે. ત્યારે કોર્પોરેશન ટ્રાફીક પોલીસની કામગીરીમાં અવરોધરૂપ બન્યું છે

ટ્રાફિક પોલીસ અને વડોદરા કોર્પોરેશને સંયુકત રીતે લોકોને વાહન પાર્ક કરવામાં સુવિધા મળે તે માટે અલગ અલગ વિસ્તારોમાંનો પાર્કિગ, પાર્કિગના બોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરી છે. તેમજ વડોદરાના ટ્રાફીકથી ધમધમતા માંડવી, અલકાપુરી, ન્યાયમંદિર સહિત અનેક વિસ્તારોમાં રોડ પર પીળા પટ્ટા મારવાનું નકકી કર્યું છે. જે મુજબ ટ્રાફીક પોલીસે અનેક સ્થળોએ રોડ પર પીળા કલરના પટ્ટા પણ માર્યા છે. પરંતુ હજી પણ મોટાભાગના વિસ્તારમાં રોડ પર પીળા કલરના પટ્ટા મારવાના બાકી છે. જે માટે ટ્રાફીક પોલીસે કોર્પોરેશન પાસેથી ત્રણ ટન એટલે કે 3000 કિલો પીળા કલરની માંગ કરી છે. જે કોર્પોરેશન ટ્રાફીક પોલીસને પુરુ ન પાડતું હોવાથી કામગીરી પર બ્રેક વાગી છે.

રોડ પર વાહનો આડેધડ પાર્ક ન થાય તે માટે પીળા કલરના પટ્ટા મારવામાં આવે છે. પરંતુ પીળો કલર પુરો થઈ જવાથી કામગીરી રોકાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. કેટલાક સ્થળોએ વાહનચાલકો પાર્કિગની જગ્યા સમજી રોડ પર વાહન પાર્ક કરે છે. પરંતુ ટ્રાફીક પોલીસ વાહનોને ટોઈગ કરી કે લોક મારીને જતા રહેતા ઘર્ષણના બનાવો પણ બને છે. ત્યારે વડોદરાવાસીએ કોર્પોરેશનને વહેલીતકે ટ્રાફીક પોલીસને કલર આપવા માંગ કરી રહ્યા છે. તો પાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન 5 દિવસમાં ટ્રાફીક પોલીસને કલર આપી દેવાશે તેવો દાવો કરી રહ્યા છે. 

ટ્રાફીક પોલીસે પાલિકા પાસેથી 3 ટન એટલે કે 3000 કિલો પીળા કલરની માંગ કરી છે. જે પાલિકાએ નાગપુરના કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપી મંગાવ્યો છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કલર આવ્યો જ નથી. ત્યારે ચેરમેનના દાવા પ્રમાણે 5 દિવસમાં કલર આવે છે કે પછી ટ્રાફીક પોલીસને વધુ રાહ જોવી પડશે તે જોવુ રહ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news