વધુ એક ગુજરાતી પરિવાર લિબિયામાં બન્યું બંધક, દુબઈના એજન્ટોએ માંગી 2 કરોડની ખંડણી

Mehsana News: મહેસાણા જિલ્લાના બદલપુરા ગામનો એક પરિવાર યુરોપ જવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યો છે અને હાલમાં લિબિયામાં બંધક બનેલો છે. દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અપહરણકર્તાઓ દ્વારા ખંડણીની માંગણી કરવામાં આવી છે.

વધુ એક ગુજરાતી પરિવાર લિબિયામાં બન્યું બંધક, દુબઈના એજન્ટોએ માંગી 2 કરોડની ખંડણી

Mehsana News: ગુજરાતનો વધુ એક પરિવાર વિદેશમાં બંધક બન્યું છે. મહેસાણાના બદલપુરા ગામના દંપતી પોતાની ત્રણ વર્ષથી બાળકી સાથે લીબિયામાં બંધક બનાવાયા છે. અમદાવાદથી દુબઈ અને ત્યાંથી પોર્ટુગલ જવા માટે પરિવાર નીકળ્યો હતો. જો કે, કબૂતરબાજીમાં ફસાઈ જતા પોર્ટુગલના બદલે પરિવારને એજન્ટોએ લીબિયા મોકલી દીધા. જ્યાં કિસ્મતસિંહ ચાવડા તેમના પત્ની હીનાબેન અને પુત્રી દેવાંશીને બંધક બનાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. બંધકોના પરિજનો પાસેથી ખંડણીની માગ કરાઈ છે. 

યુરોપ જવા નીકળ્યા લિબિયામાં ફસાયા
મહેસાણાના બદલપુરા ગામના કિસ્મતસિંહ ચાવડા, તેમના પત્ની હીનાબેન ચાવડા અને ત્રણ વર્ષની પુત્રી દેવાંશી ચાવડા યુરોપના પોર્ટુગલ જવાના ઈરાદે અમદાવાદથી દુબઈ થઈને નીકળ્યા હતા. જો કે, આ કમનસીબ પરિવારે જે એજન્ટોનો વિશ્વાસ કર્યો, તેમણે તેમને છેતરીને પોર્ટુગલને બદલે લિબિયા મોકલી દીધા હતા. 

Add Zee News as a Preferred Source

લિબિયા પહોંચ્યા બાદ આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવી દેવામાં આવ્યો છે. અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોબાઈલ મેસેજ દ્વારા પરિવારજનો પાસે 2 કરોડની માંગણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, અપહરણકર્તાઓ દ્વારા 54,000 ડોલરની માંગ કરવામાં આવી છે. સાથે જ દુબઈના એજન્ટો દ્વારા પણ 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી છે. આમ કુલ મળીને 2 કરોડ જેટલી મોટી રકમની ખંડણી માંગવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના વ્યક્તિની સંડોવણી હોવાનો પણ પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે. 

પરિવારજનોએ સરકાર પાસે મદદની કરી માંગ
વિદેશમાં મુસીબતમાં મુકાયેલા આ પરિવારના સગા-સંબંધીઓ દ્વારા તાત્કાલિક મદદ મેળવવા માટે મહેસાણા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરિવારજનોએ કલેક્ટર કચેરીને લેખિત રજૂઆત કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી છે અને સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે. પરિવારજનોએ વિદેશમાં ફસાયેલા કિસ્મતસિંહ ચાવડા, હીનાબેન ચાવડા અને બાળકી દેવાંશીને હેમખેમ પરત લાવવા સરકાર પાસે લેખિત રજૂઆત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news