બ્રિજેશ દોશી, અમદાવાદ: ખ્યાતનામ જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમદાવાદની અપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી તે દરમિયાન આજે બપોરે તેમનું નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, થોડા સમય પહેલા તેમને કોરોના લક્ષણો દેખાયા હતા અને તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માત્ર 6 મહિનાની દીકરીને સાસુ પાસે મુકીને કોરોનાના દર્દીઓની સેવામાં બિઝી રહે છે ડૉ. ક્રતિ


જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા કોરોનાના શિકાર બન્યા હોવાની અટકળો વચ્ચે તેમના પુત્ર નાસતુર દારૂવાલાએ સ્પષ્ટતા કરી હતી કે, બેજાન દારૂવાલાને કોરોના થયો નહતો. તેઓ લંગ ઇન્ફેક્શનથી પીડાતા હતા અને તેમની હાલત નાજૂક હતી. પરંતુ દારૂવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે આજે 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.


શું અમદાવાદના મેયર બીજલ પટેલને માસ્ક ન પહેરવા માટે દંડ થશે ખરો? 


ત્યારે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, પ્રસિદ્ધ જ્યોતિષ બેજાન દારૂવાલાના નિધનથી દુખી છું. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube