પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રાજકોટમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને દેશ ભરમાં વિરોધ સામે આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામે ખેડૂતોમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાને લઈને રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ આજે ડીઝલના ભાવ વધારાને પાછો ખેંચવા માટે માગ કરતો વિરોધ કર્યો હતો

Updated By: Oct 18, 2021, 07:13 PM IST
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રાજકોટમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

નરેશ ભાલીયા/ રાજકોટ: પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈને દેશ ભરમાં વિરોધ સામે આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામે ખેડૂતોમાં ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાને લઈને રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતોએ આજે ડીઝલના ભાવ વધારાને પાછો ખેંચવા માટે માગ કરતો વિરોધ કર્યો હતો.

રોષે ભરાયેલ ખેડૂતોએ આજે અહીં ટ્રેકટરને દોરડાથી ખેચીને બળદ ગાડું બનાવ્યું હતું અને ખેડૂતો પોતે બળદ બની ગયા હતા તેવું કહ્યું હતું અને હવે ખેતી કરવા માટે ટ્રેકટર ડીઝલથી ચલાવવું પોષાતું ન હોય ખેડૂતોને હવે ટ્રેકટરને દોરડાંથી ખેંચી અને ધક્કા મારીને ખેતરમાં ચલાવ્યું હતું. સાથે સાથે ખેડૂતોએ સરકાર સામે સૂત્રો ચાર કરી અને ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી હતી.

રાજ્યમાં આ વર્ષે 34.44 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ, આ જિલ્લામાં થશે સૌથી વધુ પાક

ખાતરમાં પણ ભાવ વધારો થતાં ખેડૂતોને હવે ખેતી કેમ કરવી તેવા પ્રશ્નો ખેડુતોને સતાવી રહ્યા છે. સાથે વીજળી પણ પુરી 8 કલાક ન મળતી હોવાનો ખેડૂતો આક્ષેપ કર્યો હતો. જ્યારે આ બાબતે સરકાર પાસે ખેડૂતો માગ કરી હતી કે ખેડૂતોને 8 કલાક વીજળી પુરી પાડવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube