કાળી રાતના અંધારામાં ખેતર ગજવતા ખેડૂતો! કાતિલ ઠંડીમાં રાત ઊજાગરા કરવા માટે મજબૂર
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખરવાડા ગામના છે જ્યાં ખેડૂતો દિવસે ખેતી કરે છે તો રાત્રે પોતાના ખેતરની રક્ષા કરવા માટે પહેરો આપે છે. જી હાં, ખેડૂતો પોતાના જ ખેતરની રક્ષા કરવા માટે આખી રાત પહેરો કરવા માટે મજબૂર છે.
Trending Photos
ભદ્રપાલ સોલંકી/મહીસાગર: મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખેડૂતો જંગલી સુવર અને નીલગાયથી ત્રસ્ત થયા છે. દિવસ તેમજ રાત્રી દરમિયાન લાકડીઓ, થાળી વગાડી, ઝટકા મશીન સહિતના કાર્યો કરીને અભેદ કિલાબંધી કરી પાકનું રક્ષણ કરી રહ્યા છે. આ ઘટનામાં જે કોઈ પ્રદર્શન કે મનોરંજનની વાત નથી પરંતુ, જગતના તાતની મજબૂરીની છે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ખરવાડા ગામના છે જ્યાં ખેડૂતો દિવસે ખેતી કરે છે તો રાત્રે પોતાના ખેતરની રક્ષા કરવા માટે પહેરો આપે છે. જી હાં, ખેડૂતો પોતાના જ ખેતરની રક્ષા કરવા માટે આખી રાત પહેરો કરવા માટે મજબૂર છે. ઝી 24 કલાકની ટીમ કડાણાના ખરવાડા ગામે પહોંચી અને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક જગ્યા પર ખેડૂતો તાપણું કરી અને બેસી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓઢા બનાવી અને તેની અંદર ઠંડીમાં ઠુંઠવાયને ખેડૂતો સૂઈ રહ્યા છે. ચિંતાની વાત એ છેકે, આટલી મહેનત કર્યા છતાં પણ પાક બચાવવાની આશા નિષ્ફળ નિવડી રહી છે.
શિયાળામાં મકાઈના પાકને જીવંત રાખવા માટે ખેડૂતોએ ચાર મહિના આટલી જ આકરી મહેનત કરવી પડે છે. દિવસે ખેડૂતો પોતાનું કામ કરે છે તો રાત્રે પાકના રક્ષણ માટે રાત ઉજાગરા કરે છે.. ખેડૂતો માગ કરી રહ્યા છેકે, સરકાર ફેન્સિંગ કરીને પાકના રક્ષણ માટે સહાય કરે.
પથ્થર, પાણી અને પરસેવાની નિકાસ કરતા મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના ખેડૂતોનું જીવન માત્રને માત્ર પશુપાલન અને ખેતી ઉપર આધારિત છે.. જગતનો તાત કહેવતો ખેડૂત જંગલી સુવર અને નીલગાય સામે પોતાનો ઉભો પાક બચાવવા મરણીયો પ્રયાસ કરી રહ્યો છે.. હવે જોવું એ રહ્યું કે, નિ:સહાય થયેલા ખેડૂતોની મદદ સરકાર કેવી રીતે કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે