અમરેલીઃ ગુજરાતના ખેડૂતો પર કુદરત રૂઢ્યો હોય તેવું લાગી રહ્યું છે...કેમ કે, ચોમાસાની વાવણી કર્યા બાદ ભારે વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી કરેલો પાક ધોવાઈ ગયો હતો....જો કે તેમ છતાં હિંમત હાર્યા વિના ખેડૂતોએ બીજીવારની વાવણી કરી હતી....અને ચોમાસુ સિઝન સારી પાકશે તેવી આશા રાખી રહ્યા હતા....પરંતુ હવે પાછોતરા વરસાદે ખેડૂતોને બેહાલ કરી દીધા છે....કેમ કે, કચ્છ અને અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદથી પાકને મોટુ નુકસાન થયુ છે....ત્યારે પાક નુકસાનને લઈ કેવી છે સ્થિતિ...જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં....
ચાર મહિનાની મહેનત પર ફરી વળ્યું પાણી
પાછોતરા વરસાદથી ખેડૂતો બન્યા બેહાલ
કપાસ, મગફળી સહિતનો પાક થયો બરબાદ
મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં
અમરેલીમાં ગઈકાલે વરસેલા વરસાદથી થયુ છે નુકસાન...ખેતરમાં મગફળીનો પાક તૈયાર થતાં ખેડૂતોએ તેને કાઢીને રાખ્યો હતો....જો કે બે દિવસ બાદ પાથરા ભેગા કરીને થ્રેસરમાંથી કાઢવાની તૈયારી તૈયારી કરી રહ્યા હતા...ત્યારે અચાનક વરસેલા વરસાદથી મગફળીના પાક પલળી ગયો. કપાસની હાલત વરસાદને કારણે ખરાબ થઈ ગઈ છે...ખેતરોમાં વાવેલા કપાસના પાકના જીંડવા પણ પાણીના લીધે પલળી ગયા છે....તો ભારે પવનને કારણે કપાસના છોડ ઢળી પડ્યા છે....જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
કચ્છમાં પણ અમરેલી જિલ્લાના ખેડૂતો જેવી જ હાલત છે.....કેમ કે, ગઈકાલે વરસેલા વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે....ખેડૂતોએ મગફળી કાઢીને ખેતરમાં સુકાવા માટે મુકી હતી...પરંતુ અચાનક વરસેલા વરસાદથી મગફળી પલળી ગઈ છે...તો અચાનક વરસેલા સોયાબીન, કાપસ અને મગફળીના પાકને મોટુ નુકસાન થયુ છે....ખાસ કરીને કપાસના પાકમાં અતિ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે...કેમ કે વરસાદથી કપાસના છોડ ઉંધા વળી ગયા છે...તો કપાસના ફૂલ અને જિંડવા પણ ખરી ગયા છે.....જેના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવો હાલ થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં એક જ રાતમાં આશરે 8 ઇંચ વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની હાલત "પડ્યા ઉપર પાટુ" જેવી થઈ ગઈ છે...રાત્રે પવન સાથે વરસેલા વરસાદથી ચોમાસાના પાકોને ભારે નુકસાન થયું છે...શેરડી અને જુવાર, કપાસ મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પાછોતરા વરસાદે વેરેલા વિનાશથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે....કેમ કે, ભારે વરસાદથી ચાર મહિનાની મહેનત પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે...ત્યારે આ નુકસાનીનો સર્વે કરીને સરકાર થોડા ઘણા અંશે સહાય કરે તો આ ખેડૂતો ફરી પગભર ઉભા થઈ શકે.