પિતા સમાન સસરા ભાન ભૂલ્યા, પુત્રવધૂ પર બગાડી નજર, પ્રાઇવેટ પાર્ટમાં કર્યા અડપલાં

આપણી સંસ્કૃતિમાં સસરાને પિતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં એક એવી ઘટના બની જેણે સમાજ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. અહીં એક વિધવા મહિલા સાથે તેના સસરાએ બળજબરી કરી છે. તમે પણ જાણો શું છે સમગ્ર ઘટના...

 પિતા સમાન સસરા ભાન ભૂલ્યા, પુત્રવધૂ પર બગાડી નજર, પ્રાઇવેટ પાર્ટમાં કર્યા અડપલાં

ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં ભદ્ર સમાજ માટે કલંકિત કિસ્સો સામે આવ્યો છે. શરીરમાં પુત્રની આત્મા આવી છે કહીં સસરાએ વિધવા પુત્રવધુના પ્રાઇવેટ પાર્ટમાં અડપલાં કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ચિત્રકૂટધામ ફરવા ગયાં ત્યારે રૂમમાં નિંદ્રાધીન હાલતમાં હતા અને સસરાએ આખા શરીરમાં અડપલાં કર્યા હોવાનું અને બાદમાં ઘરે પણ મારે તારા રૂમમાં સૂવું છે કહીં ફરીવાર સતામણી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 વર્ષીય મહિલાએ FIR નોંધાવી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે હું દીકરા સાથે રહું છું. તેના પતિનું જુલાઇ 2023માં લીવર ફેલ્યોરની બીમારી થતા તા.21.08.2023ના અવસાન થયું હતું અને ત્યારથી તે તેના પુત્ર સાથે એકલા રહે છે. તેણીના સસરા અને સાસુ બંને તબીબ છે. તેના સસરા હાલ મેડિકલ સ્ટોરની દેખરેખ કરે છે અને સાસુ ક્લિનિક ચલાવે છે. તેણીના જેઠ-જેઠાણી ફિઝીયોથેરાપિસ્ટ છે. ફરિયાદી પુત્રવધુ સાસુ-સસરા સાથે 19 મે 2024ના ચિત્રકૂટ ફરવા ગયા હતા. આ સમયે ત્યા એક જ રૂમ રાખેલ હતો. રાત્રીના સમયે થાકીને તેણી સગીર પુત્ર સાથે સૂઇ ગઈ હતી. તે દરમિયાન તેણીની જાણ બહાર તેમની સાથે સાસુની જગ્યાયે સસરા બાજુમાં સૂઇ ગયા હતા. તેમજ સાસુને ઊંઘનો પ્રોબ્લેમ હોવાથી તે ઊંઘની દવા લઈને અલગ ગાદલામાં નીચે સૂતા હતાં. આ દરમિયાન તેણીના સસરા તેણી ઉંઘમા હોય ત્યારે રાતના સમયે ગાલ, પેટ તથા પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવા લાગતાં અચાનક ડરી જઈ ને જાગી ગઈ હતી. તેણીએ સસરાને કહેલ કે, પપ્પા તમે આ શું કરો છો? તેમ કહીને તેના સાસુને જગાડવા જતા સસરાએ કહ્યું કે, તુ જગાડીશ નહી બાકી જોવા જેવી થશે તેમ કહ્યું. જેથી, તેણી ડરી જઈને આખી રાત એક ખૂણામાં બેસી રહી હતી. સવારે સાસુને વાત કરતા સાસુએ જણાવ્યું કે, મને તારા સસરાએ વાત કરેલ છે. તેણે કઇ કરેલ નથી. તેના શરીરમાં સાગર આવેલ જેથી તેમને કાંઇ કરેલ નથી. કોઈને કહીશ નહી નહીતર તને ઘર ચલાવવા માટે પૈસા નહી આપીએ એવુ કહ્યું હતું. જેથી, કોઈને વાત કરેલ નહોતી. ત્યારબાદ ગઈ તા.24.03.2025ના બપોરના સમયે ઘરે તેના બેન તથા બનેવી આવ્યા ત્યારે સસરા ઘરે આવી જણાવ્યું હતું કે, હવે હુ અહીં જ રહીશ, મારે તારી સાસુ સાથે બનતું નથી. તું જા અને મારા કપડા તથા મારો સામાન લઇ આવ મારે અહીં જ રહેવુ છે. જેથી કહ્યું કે, ઘરે મહેમાન આવ્યા છે આવુ સારુ ના લાગે શાંતિથી વાત કરીએ તેમજ સાસુ પણ અહીં રહેવા માટે આવી જાય એવુ જણાવ્યું હતું.

પોલીસે સસરાની ધરપકડ કરવા તપાસ હાથ ધરી આ પછી સાસુને ફોન કરતા જણાવ્યું હતું કે, મારે તેની સાથે કાંઈ લેવા દેવા નથી. તેનુ કોઇ બીજી સાથે અફેર ચાલે છે. ત્યારબાદ સસરા ઘરે રોકાયા હતા. સાંજના સમયે જમીને બેન અને બનેવી એક રૂમમા સૂતા હતા. અને એક રૂમમા હું અને મારો પુત્ર તેમજ હોલમાં સસરા સૂતા હતાં. રાતના 3.30 વાગ્યા આસપાસ સસરાએ રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખોલ્યો હતો અને તુરંત સસરા રૂમમા આવી ગયા હતા અને કહ્યું કે, મને જગ્યા બદલતા ઉંઘ આવતી નથી. હું અહીં જ રૂમમા સુઇ જાવ છુ તેમ કહીને હાથ પકડી લીધો અને પ્રાઇવેટ પાર્ટને અડવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. તેમજ જબરજસ્તી કરવા લાગ્યા હતાં. જેથી, તેને ધક્કો મારીને બાજુના રૂમમાં સૂતેલા બેન-બનેવીને ઉઠાડ્યા અને બદનામીના ડરના કારણે તેને સાચુ કહ્યું નહી. બીજા દિવસે સાંજે બેન-બનેવી તથા માતા-પિતાને વાત કરી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરીયાદ પરથી તબીબ સસરાની ધરપકડ કરવાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં તબીબ સસરાએ પોતાની જ પુત્રવધુ પર નજર બગાડી હોવાની ફરિયાદ નોંધાતા તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પોલીસે ફરિયાદ નોંધી સત્ય હકીકત જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જોકે સસરાની આ કરતુતને સાસુએ પણ છુપાવી અને સાસુએ કહ્યું તું કે, તારા પતિની જ આત્મા તેના શરીરમાં આવે છે અને તારા સસરાએ કાંઈ કર્યું નથી કહીને પુત્રવધૂને કોઈને ન કહેવા કહ્યું હતું. જોકે ઘરમાં પણ તેના સસરાએ આવું હરકત કરતા પોલીસ મથક સુધી જવું પડ્યું હતું. જોકે આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધી તબીબી સસરાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news