દીકરીને ન ભણાવવી પડે એટલે પિતાએ પહેલા જાડા વાયરથી બાંધી અને પછી ઝેર પાયું

પ્રભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઈણાજ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. સગા બાપે દીકરીને ન ભણાવવાના મુદ્દે બળજબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઈ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના ત્રણ મહિના પહેલાની છે, ત્યારે આ ઘટનામાં હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. 

Updated By: Jan 19, 2020, 02:34 PM IST
દીકરીને ન ભણાવવી પડે એટલે પિતાએ પહેલા જાડા વાયરથી બાંધી અને પછી ઝેર પાયું

હેમલ ભટ્ટ/વેરાવળ :પ્રભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઈણાજ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. સગા બાપે દીકરીને ન ભણાવવાના મુદ્દે બળજબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઈ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના ત્રણ મહિના પહેલાની છે, ત્યારે આ ઘટનામાં હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. 

શિક્ષક પતિ સંસ્કાર ભૂલ્યો, શિક્ષિકા પત્નીની હત્યા કરીને બે સંતાનોને લઈ ફરાર થઈ ગયો

ત્રણ માસ પહેલાની ઘટના છે. તારીખ 29 નવેમ્બર, 2019ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ, આરોપી પિતા બાળકોને મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયો હતો. જેના બાદ પોલીસે આરોપી પિતાની શોધખોળ હાથ ધરી હતી. બન્યું એમ હતું કે, ઈણાજ ગામે રહેતા માલદે બાલુ સોલંકીની 16 વર્ષની દીકરી હીરલ ભણવા માંગતી હતી. પરંતુ ક્રુર પિતાએ 16 વર્ષની હીરલને ઝેરી દવા પીવડાવીને મારી નાઁખી હતી. એટલું જ નહિ, ઝેર આપતા પહેલા માલદે દીકરી હીરલને જાડા વાયરથી બાંધીને ઢોર માર પણ માર્યો હતો. દીકરીની હત્યા બાદ પિતાએ પત્ની તથા અન્ય બાળકોને ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશો તો બધાને પતાવી દઈશ. 

માથું, ગરદન, આંખ સહિત અનેક ભાગોમાં શબાનાને પહોંચી ઈજા, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

પિતાએ ઘરના સભ્યોની હાજરીમાં ઢોર માર મારી ઝેરી દવા પીવડાવી હતી. એટલુ જ નહિ, સગીરાએ પોતે દવા પી લીધી છે એવુ કહીને પિતાએ પોતાના કૃત્યને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે મૃતક સગીરાના મામાએ પોલીસમાં અરજી પર્દાફાશ કર્યો હતો. હત્યારા પિતા વિરુદ્ધ મૃતક સગીરાની માતાએ નરાધમ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં માતા અને મૃતક સગીરાની નાની બહેન અને ભાઈએ સમગ્ર ઘટસ્ફોટ કર્યો હતો. મૃતક સગીરાની નાની બહેનના મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદન બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દીકરીને મારીને ભાગી જનાર પિતા આખરે પોલીસ પકડમાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક