)
Valsad News : ગુજરાતમાં સામુહિક આપઘાતના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતનો વધુ એક પરિવાર મોતની શૂળીએ ચઢ્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક પિતાએ તેના બંને સંતાનો સાથે આપઘાત કરી મોત વ્હાલુ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવણીમાં ચોંકાવનારી ઘટના બની છે. દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતથી ચકચાર મચી ગઈ છે. ગામના એક ઘરમાં પિતા અને બે બાળકોના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા છે. સાથે જ ઘરમાંથી જ એક સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે.
આ વિશે જાણ થતા જ પ્રદેશ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સામુહિક આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતકોમાં પિતા સુનિલ ભેકરે, પુત્ર જય અને પુત્રી આર્યા હોવાનુ ખૂલ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બંને બાળકો દિવ્યાંગ હતા. ત્યારે તેમણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે હવે હજી સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સુરતમાં પણ એક મજબૂર પિતાએ આ જ રીતે પોતાના બંને સંતાનો સાથે મોત વ્હાલુ કર્યું હતું. પત્નીના આડાસંબંધોને કારણે પતિએ આ પગલુ ભર્યુ હતું.
(વધુ માહિતી અપડેટ થઈ રહી છે)