)
Ahmedabad Accident: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. અમદાવાદ નરોડા 108 સેન્ટર પાસે બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું કરુણ મોત નીપજ્યું હતું.
નરોડા 108 સેન્ટર પાસે સર્જાયો ગમખ્વાર અક્સ્માત
પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસ કર્મચારી વિરલબેન રબારી અને 108ના કર્મચારી હિરલબેન રાજગોર એક એક્ટીવા ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન ડમ્પર ચાલકે નરોડા 108 સેન્ટર નજીક બન્નેને ટક્કર મારી હતી. બન્નેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બન્ને મહિલા કર્મચારી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બન્નેના મોત નિપજ્યાં હતા. આ સમગ્ર મામલે G ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસની ગાડીમાં હોસ્પિટલ જઈ જવાયા
ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એક્ટીવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન નરોડા 108 ઈમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ટ્રક ચાલકે એક્ટીવાને ટક્કર મારી હતી. જેના કારણે વિરલબેન અને હિરલબેનને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા ત્યાં હાજર પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં જ બન્નેને સેલબી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે, ગંભીર ઈજાઓના કારણે બન્નેનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નિપજ્યાં હતા.
આ અકસ્માત અંગે જી ડિવિઝન પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. અજાણ્યા ટ્રેક ચાલકની પણ તપાસ ચાલી રહી છે. ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવશે.