ચેક રિટર્ન કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને ઝટકો, જામનગર કોર્ટમાં થવું પડશે હાજર
બોલીવુડમાં દામિની, ઘાતક અને ઘાયલ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગર સેશન્સ કોર્ટે ઝટકો આપ્યો છે. ચેક રિટર્ન કેસમાં સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીને ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે.
Trending Photos
)
મુસ્તાક દલ, જામનગરઃ Rajkumar Santoshi Cheque Bounce Case: ચેક રિટર્ન કેસમાં જાણીતા ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને જામનગર સેશન્સ કોર્ટે ઝટકો આપ્યો છે. જામનગરના ઉદ્યોગપતિ અશોક હરીદાસ લાલએ રાજકુમાર સંતોષી સામે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નીચલી કોર્ટે સંતોષીને દંડ અને બે વર્ષની સજા ફટકારી હતી.
નીચલી કોર્ટના આદેશ સામે રાજકુમાર સંતોષીએ જામનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આ કેસમાં સુનાવણી કરતા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીને 27 ઓક્ટોબર, 2025 કે પહેલા ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. જો ફિલ્મ નિર્માતા કોર્ટમાં હાજર ન થાય તો તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કરવાનો આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગત અનુસાર બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ તે સમયસર ચુકવ્યા નહીં. રાજકુમાર સંતોષીએ ઉદ્યોગપતિને 10-10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા, પરંતુ આ બધા ચેક બાઉન્સ થયા હતા. ત્યારબાદ અશોક લાલએ રાજકુમાર સંતોષી સામે કોર્ટમાં કેસ કર્યો હતો.
આ કેસની સુનાવણી કરતા નીચલી કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા અને બે કરોડ રૂપિયા ચુકવવાનો આદેશ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














