)
Special Intensive Revision: ભારતીય ચૂંટણી પંચે(ECI) મતદાતાઓને સરળતા પ્રદાન કરવા અને તાજેતરમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)માં ચોકસાઈ લાવવા માટે તેના મતદાતા સેવા પોર્ટલ (voters.eci.gov.in) પર એક મહત્ત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે.
‘છેલ્લા SIR (Special Intensive Revision) ઇ-રોલમાં તમારું નામ શોધો’(Search Your Name in Last SIR) હેઠળ શરૂ કરાયેલી આ નવી સુવિધા દ્વારા મતદારો હવે 2002ના છેલ્લા SIR ઇ-રોલમાં પોતાનું નામ અથવા તેમના સંબંધીઓનું નામ સરળતાથી ચકાસી શકશે.
નવી સુવિધાની મુખ્ય વિશેષતાઓ અને લાભો
માહિતીની ચકાસણીમાં મદદરૂપ: આ સેવા નાગરિકોને તેમની જૂની મતદાર નોંધણીની વિગતો ચકાસવામાં મદદ કરશે, જે વર્તમાન ચાલુ મતદાર યાદીની પ્રક્રિયાઓમાં વધારે ચોકસાઈ લાવવામાં ઉપયોગી થશે.
ગુજરાત માટે ડબલ ગૌરવ, ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી ઉજવણી અમદાવાદમાં!
સરળ સર્ચ ઑપ્શન: મતદારો ફક્ત રાજ્ય, પોતાનું નામ, સંબંધીનું નામ અને તેમની સાથેનો સંબંધ (પિતા, માતા, પતિ/પત્ની) જેવી ઓછામાં ઓછી વિગતો દ્વારા શોધ કરી શકે છે. અન્ય વિગતો જેમ કે જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર (AC), અને પોલિંગ સ્ટેશન વૈકલ્પિક છે.
દેશભરમાંથી શોધી શકાશે: આ નવી સુવિધા હેઠળ, મતદારો હવે ફક્ત પોતાના રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ગમે ત્યાંથી તેમના નામની શોધ કરી શકે છે.
નામ શોધવાની સરળ પ્રક્રિયા
મતદારો નીચેના સરળ પગલાં અનુસરીને પોતાનું નામ ચકાસી શકે છે:
1. મતદાતા સેવા પોર્ટલ (voters.eci.gov.in)ની મુલાકાત લો.
2. હોમપેજ પર 'સેવાઓ' (Services) વિભાગમાં, 'Search Your Name in Last SIR' વિકલ્પ પર ક્લિક કરો.
3. 'Search by Elector Details' ટેબ પસંદ કરો.
4. નીચેની આવશ્યક વિગતો ભરો:
- રાજ્ય (State)
- મતદારનું પૂરું નામ (Elector Full Name in Last SIR)
- મતદારના સંબંધીનું પૂરું નામ (Elector Relative Full Name)
- સંબંધીનો પ્રકાર (Relative Type જેમ કે Father, Mother, Husband, Wife)
- વૈકલ્પિક રીતે, તમે વધુ સચોટ પરિણામો માટે જિલ્લો, વિધાનસભા મતવિસ્તાર, અને ઉંમર (આશરે) જેવી વિગતો ઉમેરી શકો છો.
- સ્ક્રીન પર દેખાતો કેપ્ચા (Captcha) દાખલ કરો અને 'શોધો' (Search) બટન પર ક્લિક કરો.
૨૦૦૨ની મતદાર યાદીમાં નામ શોધવું હવે અત્યંત સરળ; મતદાતા સેવા પોર્ટલ પર 'છેલ્લા SIR ઇ-રોલમાં તમારું નામ શોધો' (Search Your Name in Last SIR) સુવિધાનો પ્રારંભ#sir #voterlist #eci #news pic.twitter.com/rNUufOzLjQ
— Zee 24 Kalak (@Zee24Kalak) November 26, 2025
મતદાતાઓને સચોટ નામથી પરિણામ ન મળે, તો નામની જોડણીના વિવિધ રૂપાંતરણો (different variations of names)નો ઉપયોગ કરીને પ્રયાસ કરવો (ઉદાહરણ તરીકે, 'Maneesh' માટે 'Manish') જોઈએ અથવા જિલ્લા, AC અને ભાગ જેવી વધારાની માહિતી ભરીને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ.
ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને તેમની માહિતીની ચકાસણી કરવા માટે આ સુવિધાનો ઉપયોગ અનુરોધ કરાયો છે.