અ'વાદમાં તક્ષશિલા જેવો કાંડ થતા રહી ગયો! હાઇરાઇઝ બિલ્ડિંગમાં ભીષણ આગ; મહિલા-બાળકો સહિત 18નું દિલધડક રેસ્ક્યૂ
અમદાવાદના પૂર્વ વિસ્તારમા આવેલ ખોખરાના પરિષ્કા ફ્લેટના પાંચમા માળે આગ લાગ્યાની ઘટના ઘટી છે. આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં એક પછી એક આગના બનાવ બની રહ્યા છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તાર ખોખરામાં એક મોટી આગની દુર્ઘટના સામે આવી છે. ખોખરાના પરિષ્કા ફ્લેટના પાંચમા માળે આગ ફાટી નીકળતા સોસાયટીમાં અફરાતફડીનો માહોલ સર્જાયો છે. C બ્લોકના પાંચમાં માળે લાગી હતી ભીષણ આગ. લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા.
આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. રહેણાક ફ્લેટના પાંચમા માળે આગ લાગી હોવાથી અમદાવાદ ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે અત્યાર સુધીમાં 18 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.
અમદાવાદની આગમાં સર્જાયા તક્ષશિલા કાંડ જેવા દ્રશ્યો, અમરાઇવાડીના પારિષ્કાર ફ્લેટમાં આગની દુર્ઘટનાથી લોકો જીવ બચાવવા કૂદ્યા#fire #ahmedabad #viralvideo #trendingvideo #ahmedabadfire #flatfire pic.twitter.com/zrjHtSwjYz
— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2025
C બ્લોકના 5 મા માળે લાગી આગ
C બ્લોકનાં 5 માળે આગ લાગી હતી. ફોયરના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી. જોત જોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવામાં આવ્યો છે. લોકો ડરના માર્યા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. આગ વધારે ફેલાય નહી તે માટે ટોરેન્ટને તત્કાલ સોસાયટીનો પાવર કટ કરવા માટે જણાવાયું હતું.
આગ લાગતા મહિલાએ મોત ભાળ્યું!, જીવ બચાવવા માટે નીચેના માળે લગાવી છલાંગ, માંડ-માંડ બચી! અમદાવાદનો વીડિયો વાયરલ
#fire #ahmedabad #viralvideo #trendingvideo #ahmedabadfire #flatfire pic.twitter.com/z3vleHYv1p
— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2025
વીજ પુરવઠ્ઠો કપાયો
હાલ સમગ્ર સોસાયટીનો વિજપુરવઠ્ઠો અટકાવી દેવાયો છે. વીજ પુરવઠ્ઠાને કારણે ફાયરને રાહત અને બચાવકામગીરીમાં સમસ્યા થઇ રહી હતી. આ ઉપરાંત વીજ પુરવઠ્ઠો વહેતો રહેવાના કારણે 5 મા માળેલી લાગેલી આગ છેક 12 મા માળ સુધી ફેલાઇ ગઇ હતી. હાલ મૃત્યુ કે ઘાયલ થયું હોવાના અહેવાલ નથી. એક બે રહીશોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે