અમદાવાદમાં ફરી આગની ઘટના આવી સામે, આત્રેય ઓર્ચિડમાં આગ લાગતા 25થી વધુ લોકોનું રેસ્ક્યુ; 5ને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદમાં ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં આગની ઘટના બની છે. અમદાવાદના ઈન્દિરા બ્રિજ વિસ્તારમાં આવેલ આત્રેય ઓર્ચિડ સોસાયટીની ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી છે.
 

અમદાવાદમાં ફરી આગની ઘટના આવી સામે, આત્રેય ઓર્ચિડમાં આગ લાગતા 25થી વધુ લોકોનું રેસ્ક્યુ; 5ને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદમાં ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં આગની ઘટના બની છે. અમદાવાદના ઈન્દિરા બ્રિજ વિસ્તારમાં આવેલ આત્રેય ઓર્ચિડ સોસાયટીની ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી છે. એક ફ્લેટના એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય ફ્લેટ સુધી પ્રસરી હતી. આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઇન્દીરા બ્રિજ વિસ્તારમાં આવેલ આત્રેય ઓર્ચિડમાં આગ લાગી ત્યારે મકાનમાં બે બાળકો હાજર હતા. ચોથા માળે લાગેલી આગ પાંચમાં સુધી ફેલાઈ હતી. જેના કારણે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિંક પ્લેટફોર્મ અને અન્ય વ્હીકલની મદદી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 25થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફ્લેટના ACમાં આગ લાગ્યા બાદ આખો ફ્લેટ આગની ચપેટમાં આવી ગયો હતો.

આત્રેય ઓર્ચિડ સોસાયટીના ફ્લેટમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધાણ કરી લેતા ફાયર બ્રિગેડની 10 ગાડી એને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે. આગમાં ઘાયલ થયેલા 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આગ બુજાવાની કામગીરી ચાલું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લોકોએ નીચે ગાદલા નાખીને બાળકોને બચાવ્યા હતા. 

મદાવાદના ઈન્દિરા બ્રિજ પાસે ઓર્ચિડ ફ્લેટમાં આગ લાગતાં એક મહિલાએ પોતાનો જીવ બચાવવા પાંચમા માળેથી છલાંગ લગાવી છે. ફ્લેટના પાંચમા માળે એસીમાં શોર્ટ સર્કિટ થતાં ફ્લેટમાં આગ પ્રસરી ગઈ અને જોતજોતામાં લોકોમાં નાસભાગ મચી ગઈ. ઈન્દિરાબ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ ફ્લેટનો આ બનાવ છે. આગની જ્વાળાઓ વચ્ચે પાંચમા માળેથી એક મહિલા પોતાનો જીવ બચાવવા માટે છલાંગ લગાવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે. મોબાઈલ કેમેરામાં કેદ થયો છે.

મહિલા રીતસર પાંચમા માળેથી નીચે પડે છે. નીચે ઊભા રહીશોએ મહિલાને બચાવવા માટે ગાદલું પકડી રાખ્યું હતું. જો કે, આ બનાવમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 11 એપ્રિલે જ અમદાવાદના ખોખરામાં પણ ફ્લેટમાં આગ લાગી હતી ત્યારે મહિલાએ જીવલેણ છલાંગ લગાવી હતી અને તેના 15 દિવસ પછી ઈન્દિરાબ્રિજ વિસ્તારમાં ઓર્ચિડ ફ્લેટમાં આગ લાગી છે. જેના કારણે એક મહિલાએ પાંચમા માળેથી જોખમી છલાંગ લગાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news