સુરત : રોયલ રેસિડન્સીના 10મા માળે ફ્લેટમાં આગ, હાઈડ્રોલિકની મદદથી કાબૂમાં લેવાઈ

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે, તેને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. હાઈડ્રોલિકની મદદથી માંડ આગ કાબૂમાં લેવાઈ હતી. પરંતુ આગને પગલે બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. 
સુરત : રોયલ રેસિડન્સીના 10મા માળે ફ્લેટમાં આગ, હાઈડ્રોલિકની મદદથી કાબૂમાં લેવાઈ

ચેતન પટેલ/સુરત :સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે એક ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે, તેને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી. હાઈડ્રોલિકની મદદથી માંડ આગ કાબૂમાં લેવાઈ હતી. પરંતુ આગને પગલે બિલ્ડીંગમાં રહેતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો હતો. 

આજથી ગુજરાતમાં Unlock-3 લાગુ, લોકોને રાત્રિ કરફ્યૂમાંથી મુક્તિ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ રોયલ રેસિડન્સીમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શોર્ટ સર્કિટને કારણે રેસિડન્સીના 10 મા માળે આવેલ એક ફ્લેટમાં આગ લાગી હતી. આગ લાગતા રહેવાસીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગને બૂઝવવા 5 ફાયર ફાયટરની મદદ લેવાઈ હતી. આગના કારણે તમામ ઘરવખરીનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. હાઇડ્રોલિકની મદદથી આગ કાબૂમાં લેવાઈ હતી. 

આગ લાગતા જ બિલ્ડીંગના રહીશો જીવ બચાવીને નીચે દોડી આવ્યા હતા. આગ જ્યાં સુધી બૂઝાઈ ન હતી, ત્યા સુધી રહીશો નીચે જ રહ્યાં હતા. આગ કાબૂમાં આવતા લોકો પોતાના ઘરોમાં ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news