ગુજરાતી ન્યૂઝGujaratઅમદાવાદમાં મોટી ઘટના; પૂર્વી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે...

અમદાવાદમાં મોટી ઘટના; પૂર્વી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે...

Ahmdabad Fire: અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરમાં 9મા માળ પર આગ ફાટી નીકળી છે. પ્રાથમિક અનુમાન મુજબ ગેસનો બાટલો ફાટ્યો હોવાથી અથવા તો એસીમાં બ્લાસ્ટ થયો હોવાથી આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં મોટી ઘટના; પૂર્વી એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે...

Ahmdabad News: અમદાવાદના મેમનગર વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના બની છે. ગુરૂકુળ વિસ્તારમા આવેલા પુર્વી ટાવરના એક ઘરમાં એસી બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી દીધું હતું. આગના બનાવના પગલે કાળા ડિંબાગ ધુમાડો આકાશમાં દેખાયો હતો અને આખા બિલ્ડિંગને આગની ઝપેટમાં લીધી હતી. 

Add Zee News as a Preferred Source

આ ઘટનાની માહિતી ફાયરબ્રિગેડને થતાં 12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હોવાની વાત સામે આવી છે. 10 જેટલા લોકો ધાબા ઉપર ફસાયા હોવાની માહિતી સામે આવી હતી, ત્યારબાદ તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. અમુક લોકો તો ગેસનો બાટલો પણ ફાટ્યો હોવાની વાત કરી રહ્યા છે. સ્નોર કેલનો ઉપયોગ કરી બચાવ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. આઠ લોકોને સ્નોરકેલથી નીચે ઉતાર્યા છે. હાલ ફાયરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવાયા બાદ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે.

આગ લાગવાનું કારણ અકબંધ
પ્રાથમિક માહિતી અનુસાર, ઘરમાં એસી બ્લાસ્ટ અથવા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હોય શકે છે. જોકે, હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. નોંધનીય છે કે, હજુ સુધી સમગ્ર મામલે કોઈ જાનહાનિની માહિતી સામે નથી આવી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news