સુરતમાં ફાયર સેફ્ટી વિભાગનો સપાટો, 16 કોપ્લેક્ષની 1200 જેટલી દુકાનો સીલ

ફાયર સેફટી અંગે વારંવારની નોટીસ છતાં પણ શોપિંગ સેન્ટરો અને શોપિંગ મોલમાં ફાયર સેફટી સીસ્ટમ ઉભી નહીં કરનારાઓ સામે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સાત ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જેમાં સાતેય ઝોનમાં અળગ અલગ ટીમ બનાવી 16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે.
 

સુરતમાં ફાયર સેફ્ટી વિભાગનો સપાટો, 16 કોપ્લેક્ષની 1200 જેટલી દુકાનો સીલ

તેજશ મોદી/ સુરત: ફાયર સેફટી અંગે વારંવારની નોટીસ છતાં પણ શોપિંગ સેન્ટરો અને શોપિંગ મોલમાં ફાયર સેફટી સીસ્ટમ ઉભી નહીં કરનારાઓ સામે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના સાત ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જેમાં સાતેય ઝોનમાં અળગ અલગ ટીમ બનાવી 16 જેટલા કોમર્શિયલ કોમ્પલેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે.

સુરતમાં ટ્યુશન કલાસીસ અને અમદાવાદમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગે ફાયર સેફટી મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરના 100 જેટલા કોમર્શિયલ કોમ્લેક્ષને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમની સુવિધા ન હોવાનું ધ્યાને આવતા પહેલાં નોટીસ ફટકારી ફાયરની સુવિધા ઉભી કરવા જણાવવામાં આવ્યું હતું.

નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી ટ્રાઇસીકલ બારોબાર ભંગારમાં વેચવાનું કૌભાંડ

1200 દુકાનો વાળા 16 કોપ્લેક્ષ કરાયા સીલ 
વારંવારની નોટીસ અને સતત બની રહેલી ઘટનાઓ બાદ પણ શોપિંગ સેન્ટરો અને દુકાનોના માલિકો દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી નથી. જેથી આજે વહેલી સવાર ચાર વાગ્યાથી શહેરના સાત ઝોનમાં ફાયર વિભાગની અલગ અલગ 10 ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ઝોનના 16 જેટલા શોપિંગ કોમ્લેક્ષને ફાયરની અપૂરતી સુવિધાના કારણે સીલ મારવામાં આવ્યા છે. આ તમામ કોમ્પલેક્ષમાં અંદાજે 1200 જેટલી દુકાનો આવેલી છે. જેને હાલ સીલ મારી દેવામાં આવ્યું છે.

સુરતના સાત ઝોનમાં જે શોપિંગ સેન્ટરોને સીલ મારવામાં આવ્યું છે. તેમાં ધારા આર્કેડ, અનુપમ સ્ક્વેર, લક્ષ્ય પ્લાઝા, પિરામીડ સ્ક્વેર, ન્યુ ઈશ્કોન પ્લાઝા, કિશ્ના કોપ્લેક્ષ, શિવ શોમેશ્વરા એન્કલેવ, રીચમંડ પ્લાઝા, જલદર્શન એપાર્ટમેન્ટ, રિધમ પ્લાઝા, રંગીલા પાર્ક, ઉમા પ્લાઝા, માઈલસ્ટોન વાઇબ્રન્ટ, પ્લેટીનિયમ પ્લાઝા, એપલ સ્ક્વેર અને અમેઝિંગ સ્ટારનો સમાવેશ થાય છે. અંદાજે 1200થી વધુ દુકાનો સાથે ચાર હોસ્પિટલને પણ સીલ મારવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકાને નર્મદાના નીરનું 153 કરોડનું અધધ લેણું

કર્મચારી ઓફિસમાં ફસાયો
મોટા વરાછા ખાતે આવેલા ધારા આક્રેડ કોમ્પલેક્ષની ઓફિસને ફાયર વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જેમાં 305 નંબરમાં આવેલી ઈન્સ્યોરન્સની ઓફિસને પણ સીલ મારવામાં આવ્યું હતું. ફાયર વિભાગે ઓફિસ બંધ હોવાથી બહારથી જ સીલ મારી દીધું હતું. ઓફિસમાં હાજર અઝર નામનો કર્મચારી ઓફિસમાં જ ફસાઈ ગયો હતો. ફાયર વિભાગ સીલ મારી જતું રહ્યું હતું. જોકે, ઓફિસમાં ફસાયેલા યુવાને બુમાબુમ કરી હતી. જેથી કોમ્પલેક્ષના લોકો દોડી આવ્યા હતા. 

દુકાનદારોએ આપી ચીમકી
યોગી ચોક ખાતે આવેલા એપલ સ્ક્વેરમાં આવેલી 250 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું, સવારે દસ વાગ્યે જ્યારે દુકાનદારો સીલ જોઈને ચોંકી ઉઠ્યા હતાં, દુકાનદારોએ વિરોધ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી આ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે. જેને બીયુસી પરમીશન આપ્યા બાદ જ મંજુરી આપવામાં આવી હતી. અને જો બીયુસી પરમીશન ન હતી તો શા માટે મંજુરી આપવામાં આવી. જો સાંજે છ વાગ્યા સુધીમાં દુકાનોના સીલ ખોલવામાં નહીં આવે તો દુકાનદારો જાતે જ સીલ ખોલી દુકાનો શરુ કરી દેશે.

PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો રિપોર્ટ આવ્યો નીલ

હોસ્પિટલોને પણ નોટીસ
ફાયર સેફટી સર્વિસ મુદ્દે મહાનગર પાલિકાનો ફાયર વિભાગ સક્રિય બન્યો છે. જે સંસ્થાઓમાં ફાયર સેફટી નથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શોપિંગ સેન્ટરો અને મોલની સાથે હોસ્પિટલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એપ્રિલ મહિનામાં સુરતની 160 હોસ્પિટલોને ફાયર સેફટી સિસ્ટમ અંગે નોટીસો આપવામાં આવી હતી અને તાકીદ કરવામાં આવી હતી કે એક મહિનામાં ફાયર સેફટી સિસ્ટમ ઉભી કરવામાં આવે.

એક મહિના બાદ મહાનગરપાલિકા દ્વારા તમામ 160 હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 44 જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફટી સિસ્ટમ લગાવવામાં આવી ન હતી, જેથી તેમને આખરી નોટીસ આપવામાં આવી છે, જો હવે આ હોસ્પિટલોમા ફાયર સેફટી સિસ્ટમ લગાડવામાં નહીં આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news