ગુજરાતની શાળાઓમાં પ્રથમ સત્ર પૂરું, આજથી દિવાળી વેકેશન શરૂ; કેટલા દિવસની છે રજાઓ, ક્યારે શરૂ થશે બીજું સત્ર
Diwali Vacation 2025 : ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે દિવાળી વેકેશનની તારીખોની આખરે ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના કેલેન્ડર મુજબ, રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓને આ વર્ષે 21 દિવસનું લાંબુ દિવાળી વેકેશન મળશે.
Trending Photos
)
Ahmdabad News: ગુજરાત રાજ્યની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનું સમાપન થઈ ગયું છે. આજથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આનંદદાયક દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે.
પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 105 દિવસનું શૈક્ષણિક કાર્ય નિર્ધારિત સમયપત્રક મુજબ પૂર્ણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ સત્ર દરમિયાન ઉત્સાહપૂર્વક શિક્ષણ મેળવ્યું છે અને હવે તેઓ વેકેશનના મૂડમાં છે.
શાળાઓમાં આજથી શરૂ થયેલું દિવાળી વેકેશન કુલ 21 દિવસનું રહેશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો 5 નવેમ્બર, 2025 સુધી આ વેકેશનનો ભરપૂર આનંદ માણી શકશે. વેકેશન પૂર્ણ થયા બાદ 6 નવેમ્બર, 2025ના રોજથી શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે, બીજા સત્રમાં કુલ 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે, જે આવતા વર્ષે 3 મે, 2026 સુધી ચાલશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે












