આવતી કાલથી શામળાજી મંદિરમાં પાંચ દિવસનું ખાસ આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

આવતી કાલથી દીપાવલીના તહેવારની શરૂઆત થઇ રહી છે. ત્યારે યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તહેવારો પ્રસંગે થનાર ઉજવણીનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. યાત્રાધામ ખાતે કોરોનાની સરકારની ગાઈડ લાઈન મુજબ ભક્તોને દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલથી શામળાજી મંદિરમાં પાંચ દિવસનું ખાસ આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

સમિર બલોચ/ અરવલ્લી: આવતી કાલથી દીપાવલીના તહેવારની શરૂઆત થઇ રહી છે. ત્યારે યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તહેવારો પ્રસંગે થનાર ઉજવણીનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. યાત્રાધામ ખાતે કોરોનાની સરકારની ગાઈડ લાઈન મુજબ ભક્તોને દર્શન થાય તે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

  તારીખ દિવસ
1 11/11/2020 બુધવાર અગિયારશ
2 12/11/2020 ગુરુવાર વાઘ બારશ
3 13/11/2020 શુક્રવાર ધન તેરશ
4 14/11/2020 શનિવાર કાળી ચૌદશ અને દિવાળી (દીવાળીના દિવસે સાંજે મંદિરમાં લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન થશે)
5 15/11/2020 રવિવાર નવું વર્ષ

અગિયારશથી દિવાળી સુધી ઠાકોરજીના દર્શનનો સમય આ પ્રમાણે રહેશે.

  મંદિરનો સમય
1 સવારે 6.00 કલાકે મંદિર ખુલશે
2 સવારે 6.45 કલાકે મંગલા આરતી
3 સવારે 9.15 કલાકે શણગાર આરતી
4 સવારે 11.30 કલાકે રાજભોગ ધરાવાશે (મંદિર બંધ)
5 બપોરે 12.15 કલાકે રાજભોગ આરતી (મંદિર ખુલશે)
6 બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે
7 બપોરે 2.15 કલાકે ઉત્થાપન (મંદિર ખુલશે)
8 સાંજે 6.30 કલાકે સંધ્યા આરતી
9 રાત્રે 8.15 કલાકે શયન આરતી
10 રાત્રે 8.30 કલાકે મંદિર મંગલ (બંધ થશે)

નવા વર્ષે ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવવામાં આવશે જે માટે દર્શનનો સમય આ પ્રમાણે રહેશે.

  મંદિરનો સમય
1 સવારે 6.00 કલાકે મંદિર ખુલશે
2 સવારે 6.45 કલાકે મંગલા આરતી
3 સવારે 9.15 કલાકે શણગાર આરતી
4 સવારે 09.45 કલાકે રાજભોગ ધરાવાશે (મંદિર બંધ)
5 સવારે 10.30 કલાકે રાજભોગ આરતી (મંદિર ખુલશે)
6 સવારે 11.00 કલાકે ગોવર્ધન પૂજા
7 બપોરે 12.00 કલાકે અન્નકૂટ ધરાવાશે (મંદિર બંધ થશે)
8 બપોરે 03.00 કલાકે અન્નકૂટ દર્શન (મંદિર ખુલશે)
9 સાંજે 05.00 કલાકે અન્નકૂટ વિસર્જન
10 સાંજે 06.00 કલાકે સંધ્યા આરતી
11 રાત્રે 8.00 કલાકે શયન આરતી
12 રાત્રે 8.30 કલાકે મંદિર મંગલ (બંધ થશે)

શામળાજી મંદિરમાં દિવાળી મહોત્સવની ઉજવણી કરાશે. પાંચ દિવસ સુધી ચાલનારા આ દિપોત્સવી મહોત્સવ માટે મંદિરને લાઈટોની રોશનીથી શણગારશે. નવા વર્ષે ભગવાનને અન્નકૂટ ધરાશે. સરકારની ગાઈડ લાઈન મુજબ ભક્તોને દર્શન થાય તેવી વયવસ્થા કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news