બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરવા આવેલા ગ્રુપ સાથે મોટી દુર્ઘટના : દરિયામાં 5 લોકો ખેંચાયા, એક યુવતી ગાયબ

Pre Wedding Drowning Incidence : વેરાવળના આદરી બીચ પર મોટી દુર્ઘટના સર્જાઈ. પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન કપલ સહિત 5 લોકો દરિયામાં તણાયા, 1 યુવતી લાપતા; શોધખોળ ચાલુ
 

બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરવા આવેલા ગ્રુપ સાથે મોટી દુર્ઘટના : દરિયામાં 5 લોકો ખેંચાયા, એક યુવતી ગાયબ

Gir Somnath News : દરિયા કિનારે જઈને પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરતા લોકોએ હવે ચેતી જવાની જરૂર છે. વેરાવળના આદરી બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન સમયે 5 લોકો તણાયા હતા. દરિયામાંથી 4 લોકોનો બચાવ થયો છે. પરંતું એક યુવતી દરિયાના તોતિંગ મોજામા તણાઈ હતી.
યુવતીને શોધવા સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. 

આજકાલ પ્રિ-વેડિંગ ફોટોશૂટનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જેમાં લોકો અલગ અલગ લોકેશન પર જઈને ફોટોશૂટ કરતા હોય છે. આવામાં સૌરાષ્ટ્રના વેરાવળ પાસે આદરી દરિયા કિનારે કરુણાંતિકા સર્જાઈ હતી. પ્રી-વેડિંગ શૂટમાં એક યુવતીને દરિયો ખેંચી ગયો હતો. હાલ આ યુવતીની દરિયામાં શોધખોળ ચાલી રહી છે. 

Add Zee News as a Preferred Source

આ સાત લોકો ફોટોશૂટ માટે આવ્યાં હતા :
1. કેવલ લખમણ મકવાણા - વરરાજો, રહે. માળીયા હાટીના
2. નિશા હરસુખભાઈ રાઠોડ - વધૂ, રહે. છાત્રોડા ગામ
3. ખુશી અનિલ પરમાર
4. સેજલ કાનજી ચાંડપા
5. જ્યોતિ હરેશ પરમાર (લાપતા યુવતી)
6. જાવીદ ઇબ્રાહિમ ભટ્ટી - ફોટોગ્રાફર
7. ફોટોગ્રાફરનો હેલ્પર યુવક

બન્યું એમ હતુ કે, જુનાગઢના કેટલાક લોકો પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આદરી બીચ પર આવ્યા હતા. કપલની સાથે બીજા કેટલાક લોકો પણ ફોટોશૂટ માટે આવ્યા હતા. પાંચ લોકો કિનારે પથ્થર પર ઉભા રહી સેલ્ફી લઈ રહ્યા હતા, ત્યારે સમુદ્રનું એક મોટું મોજું આવ્યું હતું. ચાર લોકોએ એકબીજાના હાથ પકડી લેતા તેઓ બચી ગયા. પરંતુ જૂનાગઢની રર વર્ષીય યુવતી દરિયાના પ્રવાહમાં તણાઈ ગઈ હતી.

જે કપલના લગ્ન થવાના હતા, તેમની સાથે કેટલાક મિત્રો દરિયા કિનારે આવ્યા હતા. જેમા યુવતી પણ હતી. દરિયાનું પ્રચંડ મોજું આવ્યું ત્યારે બધાએ એકબીજાના હાથ મજબૂતીથી પકડી લીધા હતા, પરંતુ યુવતીનો હાથ છુટી ગયો હતો, જેથી તે દરિયાના મોજા તરફ ખેંચાઈ હતી. જોકે, પ્રચંડ મોજા સામે કોઈ કંઈ કરી શકે તેમ ન હતું. 

યુવતી દરિયામાં તણાતા તાત્કાલિક મરીન પોલીસને જાણ કરાઈ હતી. તો કેટલાક સ્થાનિક લોકો પણ મદદે આવી ગયા હતા. જોકે, યુવતીની ક્યાંય ભાળ મળી ન હતી. 

દરિયામાં યુવતીની શોધખોળ માટે સધન ઓપરેશન શરૂ કર્યું હતું. મોડે સુધી યુવતીની ભાળ મેળવવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news