ગુજરાતી ન્યૂઝGujaratપક્ષની ચાપલુસી છોડો નહીં તો પટ્ટા ઉતરતા વાર નહીં લાગે, કોંગ્રેસના પૂર્વ MLA પૂંજા વંશની જાહેરમાં ચીમકી

'પક્ષની ચાપલુસી છોડો નહીં તો પટ્ટા ઉતરતા વાર નહીં લાગે', કોંગ્રેસના પૂર્વ MLA પૂંજા વંશની જાહેરમાં ચીમકી

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય પુજા વંશની પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓને ધમકી આપવામાં આવી છે. ગઇકાલે ચુંટણી સભામાં અધિકારીઓ પર ચિમકી ઉચ્ચારી છે. 16 મી તારીખે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી, પારદર્શકતાથી લોકો ડર વગર ચૂંટણી પૂરી કરી મતદાન કરી શકે તે વાત કરી છે.

'પક્ષની ચાપલુસી છોડો નહીં તો પટ્ટા ઉતરતા વાર નહીં લાગે', કોંગ્રેસના પૂર્વ MLA પૂંજા વંશની જાહેરમાં ચીમકી

ઝી બ્યુરો/જુનાગઢ: જૂનાગઢમાં કોંગ્રેસના પૂર્વ MLA પૂંજા વંશે જાહેરમાં ચીમકી ઉચ્ચારી છે. જૂનાગઢમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચૂંટણી પ્રચારમાં અધિકારીઓ પર અકળાયા છે. પોલીસ અને વહીવટી અધિકારીઓને પૂંજા વંશે ચીમકી આપી છે. પૂંજા વંશે અધિકારીઓને જાહેર મંચ પરથી ટકોર કરતા જણાવ્યું હતું કે પક્ષની ચાપલુસી કરવી હોય તો રાજીનામું આપી દો, પક્ષની ચાપલુસી છોડો નહીં તો પટ્ટા ઉતરતા નહીં લાગે વાર. પારદર્શકતા સાથે કામ કરવા પૂંજા વંશે અધિકારીઓને સલાહ આપી છે.

રાડો પાડવા માટે કોણ તમને રોકે છે?: કોંગ્રેસના પૂર્વ MLA પૂંજા વંશ
પુંજાભાઈ વંશે આકરા અંદાજમાં ખાખી વર્દી અને વહીવટી તંત્રને ચેતવણી આપતા કહ્યું કે ખાખી વર્ધી અને વહીવટી કર્મચારીઓ અને અધિકારીઓને કહેવા માગું છું કે ભાજપની ચાપલુસી કરવામાં અથવા તેના એજન્ટ બની કામ કરવામાં જો એટલી બધી તમને તાલાવેલી હોય તો વર્ધી છોડી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ચૂંટણી લડવા આવો અમને વાંધો નથી, પણ ભાજપની સાથે કામ કરીને તમારે રાડો પાડવી હોય તો ઘણા બધા સ્થળો છે, રાડો પાડવા માટે કોણ તમને રોકે છે?

Add Zee News as a Preferred Source

વારાફરતી વારો અને મેં પછી ગારો આટલું યાદ રાખજો: પૂંજા વંશ
તેમણે જણાવ્યું હતું કે, અસામાજિક પ્રવૃત્તિઓ તમારી ભાગીદારી સિવાય ક્યારેય શક્ય ન બને, ગુંડાગીરી તમારી ભાગીદારી સિવાય ક્યારેય કોઈ કરી ના શકે, તમે જૂનાગઢને કઈ દિશામાં લઈ જવા માગો છો? આવા કેટલા લોકો ખાખી વર્ધી કે વહીવટી તંત્રની અંદર કામ કરનારા અધિકારી, કર્મચારીઓને ચેતવણી આપવા માગીએ છીએ...

આ પટ્ટા ઉતરતા વાર ન લાગે આટલું યાદ રાખજો: પૂંજા વંશ
મહેરબાની કરીને વારાફરતી વારો અને મેં પછી ગારો આટલું યાદ રાખજો, સમય બધાનો આવે, કેટલાએ લોકો ભૂતકાળમાં જેલમાં ગયા છે, આ પટ્ટા ઉતરતા વાર ન લાગે આટલું યાદ રાખજો...તેને ધ્યાનમાં રાખીને કામ કરશો 16 મી તારીખે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી, પારદર્શકતાથી લોકો ડર વગર ચૂંટણી પૂરી કરી મતદાન કરી શકે તેવી કલેકટર અને વહીવટી તંત્રને અપીલ કરું છું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news