અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો કર્યો સંપર્ક, દિલ્હી આવવા માટે આપ્યું આમંત્રણ

ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે. રાજ્ય સરકાર દ્વારા ફિલ્મ કલાકારોને વિધાનસભાની મુલાકાતે બોલાવવામાં આવ્યા હતા. વિક્રમ ઠાકોરને આમંત્રણ મળ્યું છતાં તેઓ વિધાનસભા પહોંચ્યા નહીં. 

અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો કર્યો સંપર્ક, દિલ્હી આવવા માટે આપ્યું આમંત્રણ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં અમુક કલાકારોને રાજ્ય સરકારે મુલાકાત માટે બોલાવ્યા હતા. જેમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં ન આવતા તે નારાજ થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે વિવિધ ફિલ્મ કલાકારોને વિધાનસભા માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં કેટલાક કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી પરંતુ વિક્રમ ઠાકોર પહોંચ્યા નહીં. હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો સંપર્ક અરવિંદ કેજરીવાલે કર્યો છે.

સામે આવ્યા મોટા સમાચાર
ઝી 24 કલાકને મળેલી માહિતી પ્રમાણે અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2025

કેજરીવાલ સાથે શું થઈ વાતચીત?
વિક્રમ ઠાકોરે જણાવ્યુ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાથે મારે વાત થઈ છે. તેમણે મારા અંતરખબર પૂછ્યા હતા. સાથે દિલ્હી જવાનું થાય તો મળવા માટે આમંત્રણ આપ્યું છે. વિક્રમ ઠાકોરે કહ્યુ કે કલાકાર હોવાને કારણે ઘણા નેતાઓના ફોન આવતા હોય છે. હાલ મારો ઈરાદો કોઈ પાર્ટી સાથે જોડાવાનો નથી.

26 માર્ચે ખુદ વિક્રમ ઠાકોરે ઝી 24 કલાક સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે, સરકાર તરફથી તેમને આમંત્રણ મળ્યું છે પણ કેટલાક કારણોસર તેઓ જવાના નથી.  અનેક દિગ્ગજ કલાકારો 26 માર્ચે વિધાનસભાની મુલાકાત લીધી હતી, પરંતુ સરકારના આમંત્રણ છતાં વિક્રમ ઠાકોર પહોંચ્યા નહોતા. થોડા દિવસો પહેલાં ક્ષત્રિય ઠાકોર સમાજે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news