)
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતી સ્ટોરી અમદાવાદના નવરંગપુર પોલીસ સ્ટેશનમાં જોવા મળી. 15 વર્ષ પહેલા પરિવારથી છુટા પડેલા એક યુવકને તેનાજ મિત્રએ હાથ પર કરેલા છુંદણા એટલે કે ટેટુના સહારે ઓળખી લીધો અને આખરે તે યુવકનો ભેટો થઇ ગયો તેના પરીવાર સાથે. જેમાં અમદાવાદ પોલીસની અત્યંત સરાહનીય કામગીરી સામે આવી છે.
વાત એમ છે કે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના નારાયણી તાલુકાના થનૈલ ગામથી આજથી 16 વર્ષ પહેલા પંકજ ઉર્ફે રાહુલ સદલ ઉગદેવના યાદવ, ઘર માંથી કોઇ બાબતે ઠપકો મળતા ઘર છોડીને નીકળી ગયો હતો. ગામથી ઉપડતી ટ્રેનમાં બેસીને તે અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને પહોંચી ગયો હતો. થોડા દિવસ રેલ્વે સ્ટેશને ભટક્યા બાદ રેલ્વે પોલીસની તેના ઉપર નજર પડી હતી.
દુઃખદ બાબત એ છે કે આ પંકજ, પોતે સાંભળી કે બોલી શક્તો નથી. જેથી તે સમયે રેલ્વે પોલીસે પંકજને નવરંપુરા પોલીસ સ્ટેશન નજીક જ આવેલી બહેરા મુંગાની શાળામાં દાખલ કર્યો હતો. પરંતુ થોડા વર્ષ ત્યા રહ્યા બાદ તે ત્યાંથી નીકળી ગયો હતો અને કોઇ રીતે નજીકમાં આવેલા નવરંપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યારથી લઇને આજદિન સુધી પંકજને નવરંગપુરા પોલીસના સ્ટાફે જ ઉછેર્યો છે. છેલ્લા સાત વર્ષથી પંકજ નવરંગપુરો પોલીસ સ્ટેશનમાં રહીને મોટો થયો છે. તેના ખાવા પીવા અને કપડા સહીતનો તમામ ખર્ચ નવરંગપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ ઉપાડી રહ્યો છે.
આ વિશે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ ગઢવીએ જણાવ્યું કે, દરમ્યાન પોલીસ કમિશ્નર જી એસ મલીકના આદેશ મુજબ નવરંગપુરા પોલીસ ગુમ થયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન થાય એ બાબતે કામગીરી કરી રહી હતી. જ્યાં થોડા દિવસ પહેલા નવરંપુરાની જ મુસ્લીમ સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા પંકજના જ નાનપણના દોસ્ત નિરજ યાદવે પંકજને નવરંગપુરા પોલીસ સ્ટેશન બહાર જોયો હતો. જ્યા તેની નજર પંકજના જમણા હાથે દોરાવેલા રામ સિતા લખેલા આ ટેટુ ઉપર પડી હતી. બસ, નિરજે આ ટેટુ જોયુ એ સાથે જ તેના હોંશકોંશ ઉડી ગયા.
તેમણે વધુમાં જણાવ્યું કે, ટેટુ જોયા બાદ નિરજે પંકજ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ કુદરતે પંકજને અવાજ આપ્યા નહતો. આ વાતની ખરાઇ થતા જ નિરજની ખુશીનો પાર ન રહ્યો. કારણ કે નિરજે જેને જોયો એ અન્ય કોઇ નહી પરંતુ પોતાનો નાનપણનો મિત્ર પંકજ હતો. કે જેઓઓ એક સાથે ગામના મેળામાં આ ટેટુ કરાવ્યા હતા. જુઓ બન્નેના હાથ પર આ એક સરખા ટેટુ. નિરજે પંકજને ઓળખી તો લીધો, પણ પંકજ પોલીસસ્ટેશનમાં રહેતો હોવાથી 10 દિવસ સુધી નિરજ પોલીસનો સંપર્ક કરતા ખચકાયો. આખરે નિરજે આત્મવિશ્વાસથી નવરંગુપાર પોલીસને આખી વાત જણાવી. જે બાદ પોલીસે પંકજના પરિજનનો સંપર્ક કર્યો અને વીડીયો કોલ થકી ખરાઇ પણ કરી કે આ પંકજ જ છે, જે 16 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશથી ઘર છોડી અમદાવાદ પહોંચી ગયો હતો.
આખરે પોલીસે પરીજનોને અમદાવાદ બોલાવ્યા, જ્યા પંકજના મોટા ભાઇ નથ્થુ યાદવ તેને લેવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા.
પંકજને લેવા આવેલા નથ્થુ ભાઇ જેવા પંકજને મળ્યા એ સાથે જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. જુઓ પોતાના નાના ભાઇને 16 વર્ષ પછી મળી રહેલા આ મોટા ભાઇ અને તેનો નાનપણનો મિત્ર. ભલે એક ટેટુની મદદથી મિત્રએ પોતાના નાનપણના મિત્રને ઓળખી લીધો હોય. પરંતુ સમગ્ર કિસ્સામાં નવરંગપુરા પોલીસની માનવતા પણ ઓછી નથી. કે જેઓએ છેલ્લા 7 વર્ષથી પંકજને ઉછેરીને મોટો કર્યો છે.