વાયબ્રન્ટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી માઁ અંબાની આરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી.

વાયબ્રન્ટ નવરાત્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી માઁ અંબાની આરતી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) રીવરફ્રન્ટ પર 20 હજાર જેટલા સરપંચોને સંબોધન આપ્યા બાદ જીએમડીસી(GMDC) ખાતે યોજાતી વાયબ્રન્ટ નવરાત્રી(Navratri)માં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ જીએમડીસી ખાતે આયોજીત ગરબામાં પહોંચ્યા હતા. અને માં અંબાના આરાધના કરીને આરતી ઉતારી હતી. ત્યાર બાદ લોક લાડીલા ગાયક કિર્તીદાન ગઢવીએ સ્વચ્છતાનો ગરબો રજૂ કર્યો હતો. જેમાં ખેલૈયાઓ ગરબે જૂમ્યા હતા.

જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. મનપા મેયર સહિત પ્રદેશ ભાજપ અને શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આરતી ઉતારયા બાદ પીએમ મોદી મેદાનમાં ગરબા પણ નિહાળ્યા હતા.

દેશ માટે દરેક દેશવાસીને 'એક વ્યક્તિ, એક સંકલ્પ'નું પીએમ મોદીનું આહવાન

મહત્વનું છે, કે પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્વારા વાયબ્રન્ટ નવરાત્રી શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને માતાજીની આરતી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિતિ રહ્યા હતા. જીએમડીસીમાં વડાપ્રધાન કાર્યક્રમ પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થશે. 

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news