Gandhinagar News

એકબાજુ સાવલી ભાજપમાં ભડકો, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી

એકબાજુ સાવલી ભાજપમાં ભડકો, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી

જીતુ વાઘાણીની તબિયત લથડી છે. તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ બોલાવી હોવાનું કહેવાય છે. 

Jan 23, 2020, 11:34 AM IST
LRD વિવાદઃ CM રૂપાણીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, બંને તરફ સરકાર મુશ્કેલીમાં

LRD વિવાદઃ CM રૂપાણીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી, બંને તરફ સરકાર મુશ્કેલીમાં

લોકરક્ષક ભરતી પ્રક્રિયા શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. જોકે હવે લોકરક્ષકમાં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગની સામે બિન અનામત વર્ગની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1, 8, 2018ના પરિપત્રના સમર્થનમાં આવ્યા છે.

Jan 17, 2020, 04:00 PM IST
કમુરતા ઉતરતા આખરે BJP કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત

કમુરતા ઉતરતા આખરે BJP કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત

ભાજપ (BJP) ના નવા સંગઠનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ચોક્કસ સમયની જગ્યાએ આ વર્ષે વહેલું સંગઠન રચાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષના નામ પણ અત્યારે લગભગ નિશ્ચિત થઈ ગયા છે. આ ઉપરાંત ભાજપના નવા સંગઠનમાં કોને મળશે સ્થાન અને કોનું કપાશે પત્તુ જોઈએ આ અહેવાલમાં..

Jan 16, 2020, 07:58 AM IST
આવતીકાલે વિધાનસભાનું એક દિવસનું સત્ર મળશે, તો રાજ્યનું બજેટ રજૂ થવાની તારીખ થઈ જાહેર

આવતીકાલે વિધાનસભાનું એક દિવસનું સત્ર મળશે, તો રાજ્યનું બજેટ રજૂ થવાની તારીખ થઈ જાહેર

ગુજરાત રાજ્યનું બજેટ (Budget session) વિધાનસભામાં 24 ફેબ્રુઆરીના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાણા મંત્રી તરીકે રજૂ કરશે. બજેટ સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ કરીને 31 માર્ચ સુધી ચાલશે. ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha) આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 10મી જાન્યુઆરીએ એક દિવસ બેઠક મળનાર છે અને 24મી તારીખથી શરૂ થનાર બજેટ સત્ર અંગેના કામકાજ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી. 

Jan 9, 2020, 07:15 PM IST
આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ ખૂલ્યા બાદ ગાંધીધામમાં ફરિયાદ નોંધાઈ, એક જ પરિવારના 1700 કાર્ડ હતા

આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ ખૂલ્યા બાદ ગાંધીધામમાં ફરિયાદ નોંધાઈ, એક જ પરિવારના 1700 કાર્ડ હતા

સરકારના આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ (Ayushman card scam) સામે આવ્યું છે. ત્યારે કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જ પરિવારના 1700 કાર્ડ બનાવી દેવાની ઘટના સામે આવી છે. રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં પણ આજ પ્રકારે આયુષમાન કાર્ડ (Ayushman card) નું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બે મહિનામાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાંથી આયુષ્યમાન કાર્ડના 15,000થી વધુ કાર્ડ બ્લોક કર્યા છે. આરોગ્ય કમિશનરના પદ પર જયંતિ રવિ હતા, ત્યારે એટલે કે 27 જૂન 2019ના રોજ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને આયુષ્યમાન કાર્ડમાં ચાલી રહેલી ગેરરીતિ રોકવા માટે પાકી કરી હતી

Jan 4, 2020, 09:37 AM IST
સાવધાન...ભૂલેચૂકે ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંઝા- પ્લાસ્ટિક દોરીનો ન કરતા ઉપયોગ

સાવધાન...ભૂલેચૂકે ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંઝા- પ્લાસ્ટિક દોરીનો ન કરતા ઉપયોગ

રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા -પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા છે. ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે.

Jan 3, 2020, 08:50 AM IST
સાતમા આસમાને પહોંચેલી ડુંગળીનું વાવેતર ગુજરાતમાં વધ્યું, રવિ પાકમાં ડુંગળીની ડિમાન્ડ

સાતમા આસમાને પહોંચેલી ડુંગળીનું વાવેતર ગુજરાતમાં વધ્યું, રવિ પાકમાં ડુંગળીની ડિમાન્ડ

રાજ્યમાં ડુંગળીના ભાવ 150 રૂપિયાથી વધી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવ (Onion price) વધે તો સીધા જ સાતમા આસમાને પહોંચી જાય છે. ત્યારે આ વખતે ગુજરાતના ખેડૂતોએ ડુંગળીના વાવેતરમાં ધરખમ વધારો કર્યો છે. રાજ્યમાં 6000 હેકટરથી વધુમાં ગત વર્ષ કરતાં ડુંગળીનું વાવેતર (Winter crops) થયું છે. જોકે રવિ પાકમાં આ વખતે ગુજરાતમાં 113 ટકા જેટલો વધારો થયો છે. ઘઉં, ચણા, જુવાર મકાઈ સહિતના પાકોમાં વાવેતર વિસ્તાર વધ્યો છે.

Jan 2, 2020, 01:50 PM IST
BJPના ટોચના ફાયરબ્રાન્ડ નેતાઓ ગુજરાતમાં CAAના સમર્થનમાં પ્રચાર કરશે, લાંબુલચક છે લિસ્ટ

BJPના ટોચના ફાયરબ્રાન્ડ નેતાઓ ગુજરાતમાં CAAના સમર્થનમાં પ્રચાર કરશે, લાંબુલચક છે લિસ્ટ

CAA ના સમર્થનમાં ભાજપના જનસંપર્ક અભિયાનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. CAA ના સમર્થનમાં ભાજપ (BJP) ના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં આવશે, અને તેના સમર્થનમાં પ્રચાર કરશે. આજે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વડોદરામાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. તો કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ ભાવનગરમાં બૌદ્ધિક સંમેલનને સંબોધન કરશે. ત્યારે આવતીકાલે મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકર જસદણની રેલીમાં જોડાશે.

Jan 2, 2020, 10:23 AM IST
ગુજરાતની હરણફાળ છલાંગ, 43% સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટ અપ હબ બન્યું

ગુજરાતની હરણફાળ છલાંગ, 43% સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટ અપ હબ બન્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ (Start up) ને વેગ આપતાં દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ (Start up hub) બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ, 2014થી 2019ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12 થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટ અપમાં વૃદ્ધિ થઇ છે. 

Jan 2, 2020, 08:31 AM IST
Breaking : બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર

Breaking : બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો થઈ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા (Board Exam) ની તારીખો જાહેર થઈ ગઈ છે. 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવાશે. જ્યારે કે, 5 માર્ચ થી 21 માર્ચ દરમિયાન સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 9 નવા કેન્દ્રો ફાળવાયા છે. તેમજ ધોરણ -12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 5 થી 17 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 10ની પરીક્ષા માટે કુલ 29 નવા કેન્દ્રો આપવામાં આવ્યા છે. 

Dec 31, 2019, 02:30 PM IST
ચાર દિવસમાં તીડ નિયંત્રણમાં આવશે તેવો કૃષિ વિભાગનો દાવો, હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા પાછળ આપ્યું કારણ

ચાર દિવસમાં તીડ નિયંત્રણમાં આવશે તેવો કૃષિ વિભાગનો દાવો, હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા પાછળ આપ્યું કારણ

બનાસકાંઠા (Banaskantha) ના 101 જેટલા ગામોમાં તીડનું આક્રમણ થયું છે. હાલ તીડના આક્રમણ (Loctus attack) થી સૌથી વધુ ગ્રસિત જિલ્લો બનાસકાંઠા છે. તો સામે બનાસકાંઠાનું રાડકા ગામ તીડના સૌથી વધુ આતંકનો સામનો કરી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે તીડના આક્રમણ સામે સરકારે લીધા પગલાની માહિતી આપી છે. તેઓએ જણાવ્યું કે, બનાસકાંઠાના કયા ગામોમાં તીડ નિયંત્રણની કામગીરી કરવામાં આવી છે. 

Dec 26, 2019, 01:51 PM IST
CAA મુદ્દે ગુજરાતમાં સળગેલા આંદોલનોને શાંત કરવા આજે ભાજપનું મહાઆયોજન, 62 રેલી નીકળશે

CAA મુદ્દે ગુજરાતમાં સળગેલા આંદોલનોને શાંત કરવા આજે ભાજપનું મહાઆયોજન, 62 રેલી નીકળશે

સીએએ અને એનસીઆર (citizenship amendment act) મુદ્દે દેશભરમાં વાતાવરણ તંગ બન્યું છે. ત્યારે આજે ગુજરાતભરમાં CAAના સમર્થનમાં ભાજપ (BJP) ની નાગરિક સમિતિઓની રેલી નીકળશે. ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાં આ રેલી નીકલશે. જેમાં ભાજપના નેતાઓ પણ રેલીમાં જોડાશે. અમદાવાદમાં મુખ્યમંત્રી રૂપાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. તો વડોદરામાં જીતુ વાઘાણી અને મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજરી આપશે. આમ, 62 રેલીમાં 62 આગેવાનો હાજર રહેશે. તમામ જિલ્લા મથકો ઉપર CAAના સમર્થનમાં કાર્યક્રમ યોજાશે. 

Dec 24, 2019, 08:40 AM IST
જો તમે કે તમારા સંબંધી સરકારી કર્મચારી છે, તો ગુજરાત સરકારે આપ્યા સૌથી મોટા ખબર

જો તમે કે તમારા સંબંધી સરકારી કર્મચારી છે, તો ગુજરાત સરકારે આપ્યા સૌથી મોટા ખબર

જો તમે સરકારી કર્મચારી (Government Employee) છો કે તમારા સ્નેહીજન સરકારી કર્મચારી કે અધિકારી છે, તો તેઓ માટે આ ખબર સૌથી મોટી ખબર છે. રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને વિપશ્યના (vipashyana) કરવા માટે સરકારે 10 દિવસની ઓન ડ્યુટી મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે સરકારી કર્મચારી 10 દિવસ રજા પર ઉતરીને વિપશ્યના કરવા જાય તો તે ઓન ડ્યૂટી છે એમ માનવામાં આવશે. આમ, ગુજરાત (Gujarat Government) ના તમામ સરકારી કર્મચારીઓ 10 દિવસ વિપશ્યના કરવા જઈ શકે છે.

Dec 23, 2019, 03:14 PM IST
કૃષિ રાહત પેકેજમાંથી પ્રથમ તબક્કામાં 538 કરોડની સહાય ચૂકવશે રાજ્ય સરકાર

કૃષિ રાહત પેકેજમાંથી પ્રથમ તબક્કામાં 538 કરોડની સહાય ચૂકવશે રાજ્ય સરકાર

રાજ્યના દાહોદ સિવાયના 32 જિલ્લાના ખેડૂતોને ફાળવાયેલી કુલ રકમમાંથી સરકારી નિયમ પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. SDRFના નિયમો પ્રમાણે હેકટર દીઠ રૂ.6800 લેખે બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ચુકવણી કરવામાં આવશે.   

Dec 21, 2019, 07:43 PM IST
ગુજરાતમાં 3 દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહેવાની ખોટી અફવા ફેલાઈ, અનેક શહેરોમાં 144ની કલમ લાગુ

ગુજરાતમાં 3 દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહેવાની ખોટી અફવા ફેલાઈ, અનેક શહેરોમાં 144ની કલમ લાગુ

ગુજરાતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને અનેક શહેરોમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. ધીરે ધીરે આ તોફાનો અનેક શહેરોમાં ફેલાઈ રહ્યાં છે. આ હિંસક તોફાનોમાં સોશિયલ મીડિયાનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ખોટી અફવા ફેલાઈ છે. 

Dec 20, 2019, 04:11 PM IST
હેલમેટના કાયદો કેન્સલ કરાયાના મુદ્દે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

હેલમેટના કાયદો કેન્સલ કરાયાના મુદ્દે CM રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં હેલ્મેટ (Helmet) નો કાયદો હાલ પૂરતો માત્ર મુલતવી રાખ્યો છે તેવું નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા આપવામાં આવ્યું. હેલમેટના કાયદો ગુજરાતમાં અમલી નહીં થાય તે પ્રકારના અહેવાલોને આધારે રાજ્ય સરકારની મુશ્કેલી વધી હતી ત્યારે આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે.

Dec 19, 2019, 12:17 PM IST
બિનસચિવાલય પરીક્ષાના કૌભાંડ બાદ સરકારે લીધો બોધપાઠ, બોર્ડ પરીક્ષા માટે ખાસ છૂટ્યા ખાસ આદેશો

બિનસચિવાલય પરીક્ષાના કૌભાંડ બાદ સરકારે લીધો બોધપાઠ, બોર્ડ પરીક્ષા માટે ખાસ છૂટ્યા ખાસ આદેશો

બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam)માં કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્યવ્યાપી આંદોલન થયા, પરીક્ષા રદ અને સરકાર પણ બદનામ થઈ. વિદ્યાર્થી આંદોલન ફાટી નીકળ્યા બાદ આખરે ગુજરાત સરકારે ગઈકાલે પરીક્ષા રદ થયાની જાહેરાત કરી હતી. ત્યારે બિનસચિવાલય પરીક્ષા રદ થયા બાદ શિક્ષણ વિભાગે પણ બોધપાઠ લીધો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા લેવાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા (Board Exam) માટે ખાસ આદેશો છૂટ્યા છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પણ તકેદારીના પગલા લેવાશે તેવી જાહેરાત વિભાગ દ્વારા કરાઈ છે. 

Dec 17, 2019, 12:21 PM IST
રાષ્ટ્રપતિનું નિશાન મેળવનાર સાતમુ રાજ્ય બન્યું ગુજરાત, ઉપરાષ્ટ્રપતિએ આપ્યું સન્માન

રાષ્ટ્રપતિનું નિશાન મેળવનાર સાતમુ રાજ્ય બન્યું ગુજરાત, ઉપરાષ્ટ્રપતિએ આપ્યું સન્માન

ગુજરાત પોલીસ માટે આજે 15 દિવસનો ગર્વનો દિવસ બન્યો છે. ગુજરાત પોલીસને નિશાન એવોર્ડ મળ્યો છે. આજથી ગુજરાત પોલીસ (Gujrat Police) ને નવો કલર અને નવું નિશાન (Presidents Colours award) મળ્યો છે. આ સન્માન મેળવનારું ગુજરાત દેશનું સાતમું રાજ્ય બન્યું છે. ગુજરાત પોલીસને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (Venkaiah Naidu) ના હસ્તે નિશાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ કાર્યક્રમમાં કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગુજરાત પોલીસને એક ખાસ પ્રકારનું નિશાન પ્રદાન કરવામાં આવ્યું. આ સાથે ગુજરાત પોલીસને નવો કલર અને નવું નિશાન મળ્યું છે.

Dec 15, 2019, 02:46 PM IST
binsachivalay examમાં FSLનો મોટો ખુલાસો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું

binsachivalay examમાં FSLનો મોટો ખુલાસો, પરીક્ષા શરૂ થયાના 54 મિનીટ પહેલા પેપર વોટ્સએપમાં ફરતુ થયું હતું

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (binsachivalay exam) માં ગેરરીતિ મામલે રચાયેલી SIT મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. ત્યારે ગઈકાલે સીટની મળેલી આ બેઠકમાં FSLના નિષ્ણાતો પણ હાજર રહ્યા. જેના રિપોર્ટ મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોએ બિન સચિવાલય ક્લર્કની પરીક્ષામાં થયેલી ચોરીનાં સીસીટીવી ફૂટેજ તપાસ્યાં તેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં છે. સાથે જ પેપર લીક થયું હોવાના મોબાઈલ ડેટાના પુરાવાની ચકાસણી કરવામાં આવી તેમાં પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજમાં તથ્ય હોવાનો મત વ્યક્ત થયો છે. SITની ટીમ

Dec 15, 2019, 11:32 AM IST
ગાંધીનગરના રસ્તા પર ઉતર્યાં 10 હજાર મહેસૂલ કર્મચારીઓ, 17 માંગણીઓ લઈને સરકારને મળશે

ગાંધીનગરના રસ્તા પર ઉતર્યાં 10 હજાર મહેસૂલ કર્મચારીઓ, 17 માંગણીઓ લઈને સરકારને મળશે

બિનસચિવાલય પરીક્ષા રદ કરવવા મુદ્દે થયેલા આંદોલન બાદ આજે ગાંધીનગરમાં મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં છે. મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગરમાં આજે વિશાળ રેલી નીકળી હતી. જેમાં અંદાજે 10 હજારથી વધુ મહેસૂલ ખાતાના કર્મચારીઓ એક જ મંચ પર એકઠા થયા છે. છેલ્લા ચાર દિવસથી કર્મચારીઓ હડતાળ પર છે. પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. વારંવારની અનેક રજૂઆતો છતાં માંગણી ન સંતોષાતા આખરે મહેસૂલ ખાતાના કર્મચારીઓ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.

Dec 12, 2019, 12:13 PM IST