ગાંધીનગર આવતીકાલથી સંપૂણ લોકડાઉન, માત્ર દૂધ અને દવા મળશે, લોકો ખરીદી કરવા નિકળી પડ્યા
કોરોનાના વધતા જતા સંક્રમણને લીધે હવે ગુજરાતના અમદાવાદ બાદ હવે ગાંધીનગરને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. કોરોના પોઝિટિવના કેસો વધતા અને પ્રજા દ્વારા સતત લોકડાઉનના ભંગની ફરિયાદોને પગલે કલેક્ટર કુલદીપ આર્યએ નિર્ણય લીધો છે.
હિતલ પારેખ, ગાંધીનગર: કોરોનાના વધતા જતા સંક્રમણને લીધે હવે ગુજરાતના અમદાવાદ બાદ હવે ગાંધીનગરને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. કોરોના પોઝિટિવના કેસો વધતા અને પ્રજા દ્વારા સતત લોકડાઉનના ભંગની ફરિયાદોને પગલે કલેક્ટર કુલદીપ આર્યએ નિર્ણય લીધો છે. આજે માંડી સાંજે જાહેરનામુ બહાર પાડી 17મી મે સુધી કલોલ સહિત સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં છે.
લોકડાઉન દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. તે સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અવરજવર ન થાય તેના માટે ધ્યાન રખાય છે. કલોલની હિંમતલાલ પાર્ક સોસાયટીમાંથી 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાવોલ, ઝુંડાલ, છાલા અને રાંધેજા ગામમાં પણ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં એક દિવસમાં 14 કેસ વધી ગયા છે. અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં કુલ 110 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમાં 40 કેસ ગાંધીનગર શહેરના છે.
ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક કોરોનાવાયરસ ના કેસોમાં વધારો થતાં વહીવટીતંત્રએ આકરા પગલાં ભર્યા છે. ગાંધીનગર જિલ્લાના અમદાવાદની સરહદ ઉપર આવેલા અડાલજ, વાવોલ, ઝુંડાલ, કુડાસણ, ભાટ, કોટેશ્વર અને નાના ચિલોડા ગામોને સદંતર લોક ડાઉન કરવામાં આવ્યા છે. લોક ડાઉન દરમ્યાન દૂધ અને દવા અને મેડિકલ સેવા ચાલું રહેશે આ સિવાય કોઈપણ કામ અર્થે ગ્રામજનોને બહાર ન નીકળવા માટેની અપીલ જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે કરી છે.
હાલમાં મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં સંપૂર્ણ લોકડાઉનના સમાચાર મળતાં લોકો બહાર નીકળ્યા છે. શાકભાજી અને કરિયાણું લેવા લોકોએ લાઇન લગાવી દીધી છે. સોશિયલ ડિસ્ટસિંગનું ધ્યાન રાખી લોકો ખરીદી કરવા માટે લાઇનમાં લાગી છે.
ગાંધીનગર જિલ્લામાં આજે વધુ 14 કેસ સામે આવતા જિલ્લાનો આંકડો 100ને પર થઈ કુલ 111 પર પહોંચ્યો છે. કુલ 6 લોકોના મોત થઇ ચુક્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે શંકાસ્પદ વ્યક્તિઓના મોત થયા છે જેમાં કુડાસણમા 60 વર્ષીય મહિલા અને વિજાપુરનાં 60 વર્ષીય પુરૂષનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. હજુ સુધી આ બંને લોકો કોરોના પોઝિટિવ હતા કે નહીં તે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube