સુરતઃ દેશભરમાં ગણેશ મહોત્વની ધામધુમ પૂર્વક ઉજવણી થઈ રહી છે...સાર્વજનિક ગણેશ મહોત્વના અનેક જગ્યાએ પંડાલ નંખાયા છે...સૌ કોઈ દાદાની પૂજા-ભક્તિમાં લીન થયું છે...તમે ગણેશ પંડાલ તો અનેક જોયા હશે પરંતુ સુરતમાં જે ગણેશ પંડાલો છે જે 100 કરોડની વેલ્યું ધરાવે છે...તો એવું તો શું છે આ પંડાલોમાં?...જુઓ આ અહેવાલમાં....
દેશભરમાં ગણેશ મહોત્વની ધૂમ છે...દાદાને રિઝવવા માટે ભક્તો પૂજા અને ભક્તિમાં લીન છે...કોઈએ પોતાના ઘરમાં ગણેશ બેસાડ્યા છે...તો અનેક જગ્યાએ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન થયેલું છે...દેશભરમાં સાર્વજનિક ગણેશ મહોત્સવ ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે...
તમે ગણેશ પંડાલ તો અનેક જોયા હશે પરંતુ આવા નહીં જોયો હોય...કારણ કે આ ગણેશ પંડાલોની વેલ્યું છે 100 કરોડ રૂપિયા. આ રૂપિયા 100 કરોડ...સુરતના આ ગણેશ પંડાલોમાં દરેક વસ્તુની વીમો લેવામાં આવ્યો છે...પ્રતિમા, મંડપ, પ્રસાદ, ભક્તો બધાનો મળી 100 કરોડ રૂપિયાના વીમા કવચથી પંડાલને સુરક્ષિત કરાયો છે...
પ્રતિમા, મંડપ, પ્રસાદ, ભક્તો બધાનો મળી 100 કરોડનું વીમા કવચ
અહીં આવતા દર્શનાર્થીનું મૃત્યુ થાય તો એક લાખનું વળતર, નાસભાગમાં કોઈનું મોત થાય તો એક લાખનો વીમો, પ્રસાદને કારણે કોઈની તબીયત બગડે તો સારવારને તમામ ખર્ચ, દાદાની પ્રતિમાનો વીમો, મંડપનો વીમો...બધુ જ વીમા કવચથી સુરક્ષિત કરવામાં આવ્યું છે...આ અનોખો ગણેશ પંડાલ સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
દર્શનાર્થીનું મૃત્યુ થાય તો એક લાખનું વળતર
નાસભાગમાં કોઈનું મોત થાય તો એક લાખનો વીમો
સાદને કારણે કોઈની તબીયત બગડે તો સારવારને ખર્ચ
આ અનોખી વ્યવસ્થા ભક્તોને વધુ વિશ્વાસ અને સુરક્ષા આપે છે...આ 100 કરોડના ગણેશ પંડાલથી સુરતની ભક્તિ અને આધુનિકતા દેશભરમાં ચમકી ઉઠી છે. સુરતમાં એક લાખ જેટલી નાની મોટી પ્રતિમાઓ સ્થાપિત કરાઈ છે...ગણેશ મહોત્સવની આ ધૂમમાં વિઘ્નહરતા બધાના જીવનમાં સુખ-શાંતિ લાવે. જય ગણેશ.