ગુજરાતી ન્યૂઝGujaratઓનલાઈન એપથી લોન લેતા લોકો માટે દમણમાં ચેતવણી રૂપ કિસ્સો; આ રીતે ઠગબાજો લોકોને ફસાવતા!

ઓનલાઈન એપથી લોન લેતા લોકો માટે દમણમાં ચેતવણી રૂપ કિસ્સો; આ રીતે ઠગબાજો લોકોને ફસાવતા!

ઓનલાઇન એપથી લોન આપતી આ આંતર રાજ્ય ગેંગ નો પર્દાફાશ દમણ પોલીસે કર્યો છે. સમગ્ર દેશમાં ફેલાયેલા આ બ્લેક મેલિંગ નું નેટવર્ક અતિશય મોટું છે જો કે હાલ એ દમણ પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે

ઓનલાઈન એપથી લોન લેતા લોકો માટે દમણમાં ચેતવણી રૂપ કિસ્સો; આ રીતે ઠગબાજો લોકોને ફસાવતા!

નિલેશ જોશી/દમણ: આજકાલ મોબાઈલના એક ક્લિકથી તમામ ચીજ વસ્તુઓ મળી જાય છે ત્યારે હવે રૂપિયા પણ ઓનલાઇન જ મળી જાય છે કેટલીક એપ તમને ઓનલાઈન લોન પણ આપે છે. જોકે ઓનલાઈન એપથી લોન લેતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો દમણમાં બહાર આવ્યો છે. નાની દમણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેને કેસ મિત્રા નામની ઓનલાઇન એપથી લોન લીધી હતી. ₹35,000ની લોન માટે તેને એપ્લાય કર્યું હતું. 

Add Zee News as a Preferred Source

જો કે તેના ખાતામાં 22 હજાર રૂપિયા જમા થયા હતા અને ત્યારબાદ આ યુવાન સાથે બ્લેકમેલિંગ શરૂ થયું હતું. પહેલા ફરિયાદીને રૂપિયા ની પઠાણી ઉઘરાણી માટે ફોન આવવા લાગ્યા અને તેટલે થી ન અટકતા તે ફરિયાદીના અંગત ફોટાઓને મોર્ફ કરી તેને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. શરૂઆતમાં તો તેણે ₹22,000ની લોનની સામે 50,000 થી વધારે રકમ ચૂકવી હતી. જોકે વારંવાર રૂપિયાનું દબાણ થતાં અંતે તેને દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. દમણ પોલીસે આ મામલે અત્યાર સુધી કુલ ચાર આરોપીઓને ધરપકડ કરી છે. 

આ ઘટનામાં સૌપ્રથમ સિદ્ધેશ સાલવી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ મુંબઈ દિલ્હી રાજસ્થાન અને આંધ્રપ્રદેશ સહિત અનેક જગ્યાએ દમણ પોલીસની ટીમ પહોંચી હતી. ત્યારબાદ અન્ય બે આરોપી લવકુમાર અને વિકાસ શર્મા ની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓર્ગેનાઇઝ ક્રાઈમમાં ચોકાવનારી બાબતે છે કે મહારાષ્ટ્રનો vodafone કંપનીનો એક કર્મચારી અભિજીત ડે ની પણ ધરપકડ કરવામાં આવી છે. તો આ ગેંગની કેવી મોર્ડસ ઓપરેન્ડી છે. તે સાંભળીએ દમણના એ.સ.પી પાસેથી.

સમગ્ર દેશમાં ઓનલાઈન એપ થી લોન આપી છેતરપિંડી આચરતી આ ગેંગ ના ચાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. જોકે દમણ ની યુવતીએ કેમ છેતરાણી તે જાણવું ખૂબ જ જરૂરી છે .જ્યારે આવી ઓનલાઇન એપને મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે આ પીડીત યુવતી એક કોઈપણ પ્રકારની સુચના વાગ્યા વાંચ્યા વગર પોતાના મોબાઈલનો એસેસ આપી દીધો હતો. જો કે કોઈપણ પ્રકારની એપને ડાઉનલોડ કરતી વખતે તમામ પ્રકારના નિયમો વાંચવા ખૂબ જરૂરી છે. આવા પ્રકારના એપ ડાઉનલોડ કરતી વખતે આપણે ફોટા અને વિડીયો ની પરમિશન પણ આપતા હોય છે. આવી ફ્રોડ એપ આપના મોબાઈલના અંગત ફોટાઓ અને વિડિયો પણ મેળવી શકે છે અને પછી બ્લેકમેલ કરતા હોય છે. 

તાત્કાલિક ઓનલાઇન એપ થી લોન લેતા લોકો માટે આ કિસ્સો ચેતવણી રૂપ સાબિત થયો છે. ત્યારે rbi ની ગાઈડલાઈન મુજબ લોન લેવી જોઈએ બાકી આજકાલ માર્કેટમાં આ પ્રકારની ઓનલાઈન એપથી એક ક્લિક વડે રૂપિયા તો મળી જાય છે. પરંતુ ત્યારબાદ આ મહા ઠગ લોકો તમારા મોબાઇલ ના ડેટા મેળવી તમને બ્લેકમેલ કરી તમારું જીવન બરબાદ કરી નાખે છે. ત્યારે એક નાનકડી ફરિયાદ બાદ દમણ પોલીસે શરૂ કરેલી તપાસ બાદ જે મોટા ચોકાવનારા ખુલાસા થયા છે .. અને સમગ્ર દેશમાં ફેલાયેલા ઓનલાઇન એપ થી લોન આપી બ્લેક મેલિંગના ની મહા માયાજાળ નો પડદાફાશ થયો છે પકડાયેલા ચાર આરોપીઓના રિમાન્ડ દરમિયાન હજી વધુ ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news