પાકિસ્તાન-બાંગ્લાદેશ સીમા થશે ટેક્નોલોજીથી સજ્જ, ઘૂસણીખોરી અને તસ્કરીને કરાશે નિષ્ફળ

સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના મહાનિર્દેશક કે કે શર્માએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી સીમા પર આગામી ત્રણથી પાંચ વર્ષમાં નવી ટેક્નોલોજીના માધ્યમથી સજ્જ કરાશે. કે કે શર્માએ જણાવ્યું હતું કે બીએસએફની યોજના ભારત-બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરમાં કોમ્પ્રિહેન્સિવ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઇબીએમએસ) લગાવવાની છે.

Updated By: Mar 11, 2018, 05:24 PM IST
પાકિસ્તાન-બાંગ્લાદેશ સીમા થશે ટેક્નોલોજીથી સજ્જ, ઘૂસણીખોરી અને તસ્કરીને કરાશે નિષ્ફળ

બોનગાંવ (પશ્વિમ બંગાળ): સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના મહાનિર્દેશક કે કે શર્માએ કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી સીમા પર આગામી ત્રણથી પાંચ વર્ષમાં નવી ટેક્નોલોજીના માધ્યમથી સજ્જ કરાશે. કે કે શર્માએ જણાવ્યું હતું કે બીએસએફની યોજના ભારત-બાંગ્લાદેશને અડીને આવેલી બોર્ડરમાં કોમ્પ્રિહેન્સિવ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઇબીએમએસ) લગાવવાની છે. જો કે દુર્ગમ હોવાના લીધે જે વિસ્તારોમાં વાડ લગાવવાનું શક્ય નથી, ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવશે અને આ સાથે જ સીમા પર ઘૂસણખોરી અને તસ્કરી રોકવામાં મદદ પણ મળશે. 

બોર્ડર પર ટેક્નોલોજીના રૂપમાં નજર રાખવા માટે ઘણા પ્રકારના ગેજેટ્સ અને ટેક્નોલોજી એકીકૃત રૂપ 'સીઆઇબીએમએસ' છે. બોર્ડરની ચોકીઓ પર મોનિટર લગાવવામાં આવશે અને તેનાથી બીએસએફ કર્મીઓને બોર્ડરથી અડીને આવેલા વિસ્તારોની દરેક ગતિવિધિઓની જાણકારી મળતી રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે ખતરાની સ્થિતિમાં બીએસએફ ઝડપથી પ્રતિક્રિય આપીને સ્થિતિ પર કાબૂ મેળવી લેશે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 'હાલમાં સીઆઇબીએમએસ પ્રોજેક્ટ બાંગ્લાદેશ અને પાકિસ્તાનને અડીને આવેલા ભારતના સંવેદનશીલ ક્ષેત્રોમાં લાગૂ કરવામાં આવશે. અમારી યોજના આ પ્રોજેક્ટને આગામી ત્રણ-પાંચ વર્ષોમાં લાગૂ કરવાની છે.' 

સીઆઇબીએમએસના પાયલોટ પ્રોજેક્ટ અત્યાર જમ્મૂમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ કિલોમીટરના લાંબા ક્ષેત્ર અને આસામના ઘુબરીમાં ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ચાલી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ બોર્ડરના વાડવાળા વિસ્તારોમાં વાડ લગાવવાની યોજના સંબંધમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શર્માએ કહ્યું કે 'તે ક્ષેત્રોમાં વાડ લગાવવામાં આવશે, જ્યાં અમે વાડ લગાવી શકીએ છીએ. દુર્ગમ હોવાના કારણે જે વિસ્તારોમાં અમે વાડ લગાવી ન શકીએ. ત્યાં સીઆઇબીએમએસ લગાવવામાં આવશે.'