)
Gujarat Weather; રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજથી 22 તારીખ સુધી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19 અને 20 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.હાલ રાજ્યમાં વરસાદની 4 સિસ્ટમ સક્રિય છે. જેથી આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ પડી શકે છે. 18થી 22 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો કેટલીક જગ્યાએ 19 અને 20 ઓગસ્ટે અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, આ સાથે મોન્સૂન ટ્રેફ જેવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે.
અંબાલાલે પણ કરી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાતે કહ્યું કે, આજે કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 19-20 ઓગસ્ટ વરસાદનું જોર વધશે. સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 20-21 અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલમાં ભારે વરસાદ રહી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહી શકે છે. 23-25 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઈંચ વરસાદની શક્યતા રહેલી છે. 18થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની શક્યતા છે.