ચેતન પટેલ/સુરત: સચીન GIDC ખાતે આવેલા લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાના કારણે જીઆઇડીસીએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ પેદા થઇ હતી. તેની ગણતરી કરીને જીઆઇડીસીએ ગુજરાતના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ઇન્ડા ડેવલપર્સને 600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના 17 મંત્રાલયો કરતાં વધારે બજેટના વહીવટ માટે રસાકસી, ભાજપમાં ઘમાસાણ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સચિન ખાતે 17 ઓગસ્ટ, 2000ના રોજ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને 6 લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો 2 મે 2000ના રોજ જ અભિષેક એસ્ટેટના જવાબદારોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 ઓગસ્ટ, 2008ના રોજ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં આવી હતી. 


મોદીએ ચીનના મનસૂબા પર પાણી ફેરવી વાળ્યું, ભારતના સમર્થન બાદ આ 6 નવા દેશો થશે સામેલ


આ જમીનમાં 21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને 929987.62 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ નિયમ પ્રમાણે મંજૂરીની પ્રક્રિયા પાર પાડવાની હોય છે, પરંતુ લક્ષ્મી ઇન્દા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરા સહિતનાઓએ આવા નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું. 


ચેતી જજો! સોશિયલ મીડિયામાં ફેમસ થવા બોટનું પ્રમાણ વધ્યું, પણ છે એક મોટો સ્કેમ, જાણો


આ માટે જીઆઇડીસી દ્વારા વખતોવખતના પત્રવ્યવહારથી તાકીદ કરાઈ હતી, તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના કારણે જીઆઇડીસીએ અલગ અલગ નિષો તોડવા બદલ 600 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે.


ગોડફાધરો સક્રિય ! મહિલા અનામત હોવાથી જૂથવાદ વકરશે : આ નામોને લાગશે લોટરી?