ગોંડલ: મગફળીના ગોડાઉનમાં આગ લાગતા 1000 ટન મગફળી બળીને ખાખ

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસેના આવેલા શ્રીયા પીનટ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  ગોડલમાં લાગેલી આગમાં આશરે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

ગોંડલ: મગફળીના ગોડાઉનમાં આગ લાગતા 1000 ટન મગફળી બળીને ખાખ

જયેશ ભોજનાની/ગોંડલ: રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસેના આવેલા શ્રીયા પીનટ્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  ગોડલમાં લાગેલી આગમાં આશરે કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

શ્રીયા પીનટ્સમાં લાગેલી આગમાં મોટી સંખ્યામાં નૂકશાન થયાના અહેવાલ મળી રહ્યા છે. આગ લાગવાને કારણે આશકે 1000 ટન જેટલી મફળી બળીને ખાખ થઇ ગઇ છે. અંદાજા પ્રામાણે આશરે 4 કરોડ રૂપિયાની મગફળી તથા આશરે 1 કરોડ રૂપિયાની મશીનરી પણ આગમાં બળીને ભસ્મીભૂત થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ફાયરનો સ્ટાફ આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત કરી રહ્યો છે.

Rajkopr-AAg

આગની જાણ થતા ગોડલ ફાયર ફાઇટરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ઘારણ કરતા પોલીસ અને મામલત સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. મગફળીના ગોડાઉનમાં લાગેલી આગને કારણે બાજુમાં રહેલા ઓઇલ મીલની મશીનરી પણ બળીને ખાખ થઇ હતી. આગ કાબૂમાં ન આવતા જેતપુરથી પણ ફાયરની ટીમ બોલાવામાં આવી હતી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news