રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં પત્નીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, માંગ્યું પ્રોટેક્શન

Ribda Patidar Youth Suicide Case : અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પત્ની બોલી, અનિરુદ્ધસિંહના ત્રાસથી ગામ ખાલી થઈ ગયું... શક્તિસિંહ ભય ફેલાવે છે, બધા ડરીને જીવે છે, આરોપીઓને ફાંસી આપો તો જ ન્યાય મળશે

રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં પત્નીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, માંગ્યું પ્રોટેક્શન

Amit Khunt Suicide Case : રાજકોટના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મૃતકની પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખી આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહને તાત્કાલિક પકડવાની માંગ કરી. આરોપીઓ અને મૃતક એક જ ગામના હોવાથી અનિરુદ્ધસિંહનો પુત્ર શક્તિસિંહ ગામમાં ભય ફેલાવતા હોય તેવો આક્ષેપ લગાવ્યો. તેમજ પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી. 

પોલીસ પકડથી દૂર છે 
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બનાવ બન્યાના 11 દિવસ બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા અને મિસ્ટર X એટલે કે રહીમ મકરાણી આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે.

રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક, રાજકોટની મોડલે હનીટ્રેપમાં ફસાવ્યો હતો

મૃતકની પત્નીએ મુખ્યમંત્રીને પત્રમાં શું લખ્યું
ત્યારે મૃતક અમિત ખૂંટની પત્ની બીનાબેન ખૂંટ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોતાને તેમજ પરિવારજનોને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી છે. તો સાથો સાથ રાજદીપસિંહ તેમજ તેમના ભાઈ શક્તિસિંહ જાડેજાનો હથિયારનો પરવાનો રદ્દ કરવાની માંગ પણ કરી છે. 

પત્રમાં મૃતકની પત્નીએ લખ્યું છે કે, મારા પતિ સ્વ.અમિતભાઈ દામજીભાઈ ખૂંટ તા.૦૫/૦૫/૨૦૨૫. ના રોજ મૃત્યુ પામેલ હોય જેના મોતના મુખ્ય આરોપી (૧) અનિરુદ્ધસિંહ જાડેજા તથા આરોપી (૨). રાજદીપસિંહ જાડેજા જે પોલીસ પકડથી દૂર હોય જે આજદિન સુધી પકડાયા ન હોય જેમાં પોલીસ ફરીયાદ થયા બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહોણા નિવેદન આપતા હોય, તેમજ આરોપી. અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના મળતીયાઓ દ્વારા અમારા ઘર પાસેથી નીકળીને ભયનો માહોલ ઊભો કરતાં હોય અમારા પરિવારને ડરાવતા ધમકાવતા હોય જેથી અમારો પરિવાર ભયના ઓથાર નીચે જીવતો હોય જેથી આપ સાહેબને વિનંતી છે કે આવા મોટા માથાના કુખ્યાત ગેંગસ્ટર આરોપી આરોપી (૧), રાજદીપસિંહ જાડેજાના તથા તેમના સગાભાઈ શક્તિસિંહ જાડેજાના હથિયાર પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ પરિવારના રક્ષણ માટે સરકારી ખર્ચે અમારા પરિવારને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન ફાળવવા આપ સાહેબ સમક્ષ નમ્ર પણે અરજ કરીએ છીએ અમારા પરિવાર પર ફરીયાદ સંબંધી ટૉર્ચર/હેરાન પરેશાન કરવામાં આવે તેવી તેમજ અમારા પરિવાર પર હુમલો થવાની પૂરે પૂરી દહેશત હોય જે હકીકત આપ સાહેબ સમક્ષ રજૂ રાખીએ છીએ જે હકીકત ધ્યાને લઈને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન તેમજ કુખ્યાત ગેંગસ્ટર આરોપી (1). અનિરુદ્ધસિંહ જાડેજા તથા આરોપી (ર) રાજદીપસિંહ જાડેજાને તાત્કાલિક પકડવામાં આવે તેવી અંતમાં આપ સાહેબ સમક્ષ અમારો પરિવાર વિનંતી કરીએ છીએ.

ribada patidar youth amit khunt suicide case

અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવાયો હતો 
આ કેસમાં ખુલાસો થયો કે, અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પુજા રાજગોરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી અમિતનો સંપર્ક કરવો, મિત્રતા પ્રેમ સંબંધ કેળવી શરીર સંબંધ બાંધવા તેમજ બળાત્કારની ખોટી ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. બદલામાં તમારી લાઈફ બની જશે, સારામાં સારી નોકરી પણ મળી જશે તેવી ઓફર કરાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news