)
AMC News: અમદાવાદ શહેરના મિલકતધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 ના અંતિમ ત્રણ મહિના માટે 'વ્યાજ માફી યોજના' (Rebate Scheme) જાહેર કરવામાં આવી છે. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાકી ટેક્સની વસૂલાત ઝડપી બનાવવાનો અને કરદાતાઓ પરનું વ્યાજનું ભારણ ઘટાડવાનો છે.
ક્યારથી અમલમાં આવશે આ યોજના?
આ વ્યાજ માફી યોજના 1 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. જે કરદાતાઓનો પાછલો ટેક્સ બાકી છે, તેઓ આ સમયગાળા દરમિયાન ટેક્સ ભરીને વ્યાજમાં મોટી છૂટછાટ મેળવી શકશે.
વ્યાજ માફીનું માળખું (નવી ટેક્સ ફોર્મ્યુલા મુજબ)
નવી ફોર્મ્યુલા હેઠળ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો માટે માસવાર અલગ-અલગ વ્યાજ માફી નક્કી કરવામાં આવી છે:
મહિનો (2026) રહેણાંક મિલકત (માફી %) કોમર્શિયલ મિલકત (માફી %) |
મહત્વનું છે કે, જૂની ટેક્સ ફોર્મ્યુલા મુજબની રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીમાં જાન્યુઆરીથી માર્ચ સુધી 100 ટકા વ્યાજ માફી આપવામાં આવશે.
મહત્વની શરતો અને વિગતો
આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે કરદાતા તેમનો પાછલો તમામ બાકી ટેક્સ સંપૂર્ણપણે ભરી દેશે. AMC ના ચોપડે કુલ 25,89,367 પ્રોપર્ટી નોંધાયેલી છે, જેમાં 19,37,291 રહેણાંક અને 6,52,076 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.
AMC ના લક્ષ્યાંકો અને વર્તમાન આવક
નાણાંકીય વર્ષના અંતે આવક વધારવા માટે આ આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ વ્યાજ માફી સ્કીમ દ્વારા AMC ને અંદાજે રૂ. 600 કરોડની ટેક્સ આવક થવાની શક્યતા છે. વર્ષ માટે રૂ. 2500 કરોડનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધી રૂ. 1710 કરોડની આવક થઈ ચૂકી છે. અમદાવાદના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે કે તેઓ વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ભરીને આર્થિક બચત કરે અને શહેરના વિકાસમાં સહભાગી બને.
અત્યાર સુધીની આવકના આંકડા: