અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર; રોજ એક લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત, 18મેના રોજ આ બ્રિજ થશે શરૂ

 AEC ચાર રસ્તાથી અખબાર નગર તરફ જતા અને આવતા વાહન ચાલકો માટે સારા સમાચાર. શાસ્ત્રીનગર ખાતે બનાવાયેલ બ્રિજ થશે શરૂ. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 18મે ના રોજ કરશે ઉદ્દઘાટન. 

અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર; રોજ એક લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત, 18મેના રોજ આ બ્રિજ થશે શરૂ

Ahmdabad News: એસી ચાર રસ્તાથી અખબાર નગર જતા આવતા વાહન ચાલકોને હવે ટ્રાફિક સમસ્યા નહિ નડે. કેમ કે શાસ્ત્રી નગર ખાતે બનાવવામા આવેલ બ્રિજ હવે ખુલો મુકાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિવિધ વિસ્તારનાં વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમા એક પલ્લવ બ્રિજ પણ છે. 

મળતી માહિતી અનુસાર, 17 અને 18 મેનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદમાં કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં amc નાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી રૂ. 117 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. જે બ્રિજ વિવાદિત અજય ઇન્ફ્રા કંપની દ્વારા તૈયાર કરાયો છે. જેને 2019માં કામ શરૂ કર્યું જોકે કોરોના અને વિવાદના કારણે 30 મહિનાનું કામ 5 વર્ષ ઉપર કામ ચાલ્યું. અને હવે બ્રિજનું કામ પૂર્ણ કરી તેને ખુલ્લો મુકાશે. જે બ્રિજ નીચેના પિલર સ્પોર્ટ્સ ગેમ ની થીમ પર રંગવામાં આવ્યા છે. કેમ કે નારાણપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ બની રહ્યું છે. જેની ઓળખ થાય માટે આ રૂ. અપાયા હોવાની વાત છે. જે બ્રિજ બનતા ટ્રાફિક સમસ્યા હળવી થશે સાથે લોકોને બ્રિજ નીચે પાર્કિંગ સ્થળ પણ મળી રહેશે. અને ખાસ વરસાદી પાણી માંથી 132 ફૂટ રોડ પર પસાર થતા વાહન ચાલકોને રાહત મળશે. 

આ સાથે ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે. આ સિવાય RTO સર્કલ ખાતે 25 લાખનાં ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ અને રેલવે તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે બિન ઉપયોગી એરિયાને ડેવલોપમેન્ટ કરી સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાવવાનાં રૂ. 37.63 કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, ચીમનભાઈ પટેલ રેલવે બ્રિજ સમાંતર નવો થ્રી લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાનાં તથા સુભાષબ્રિજ તરફ એક પાંખ ઉતારવાનાં 237.32 કરોડનાં કામનું ખાતમુહૂર્ત કરશે." ને તમામ કામો એક મોટી કહેવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news