)
ગાંધીનગરઃ ગણેશ ચતુર્થી પહેલા એસટી નિગમમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી એસટી નિગમમાં કામ કરતા દરેક કર્મચારીઓના પગારમાં વધારો થશે.
હર્ષ સંઘવીએ કરી જાહેરાત
રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી છે. હર્ષ સંઘવીએ કહ્યુ કે- એસટી નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના…
— Harsh Sanghavi (@sanghaviharsh) August 26, 2025
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે 2 ટકાના વધારા બાદ એસટી વિભાગના કર્મચારીઓને 55 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. હર્ષ સંઘવીએ કરેલી જાહેરાત પ્રમાણે આ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.