)
Gujarat ByElection Results 2025 : વિસાદરમાં જીતથી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જીવનદાન મળ્યું છે. વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાએ મીડિયા સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે ભાજપને તાનાશાહ પાર્ટી ગણાવી હતી. ગોપાલ ઈટાલિયાએ શું શું કહ્યું તે જોઈએ.
ગુજરાતને ભાજપના ચુંગાલમાંથી છોડવાની લડાઈ લડીએ - ગોપાલ ઈટાલિયા
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ચૂંટણીમાં ક્યારેય પણ કોઈ પાર્ટીના ઉમેદવારનો વિજય થાય ત્યારે માત્ર ઉમેદવાર અને કાર્યકર્તા જશ્ન મનાવે છે. ગુજરાતના ઈતિહાસની પહેલી એવી ચૂંટણી છે જ્યાં કાર્યકર્તા તો ઠીક, આખું ગુજરાત જશ્ન મનાવે છે. દરેક નાનો માણસ ખુશ છે. આ જીત ગુજરાતના કરોડો લોકોના આશા અને સપનાની જીત છે. તમામ યોદ્ધાઓએ ટીમ બનાવીને કામ કર્યું. આ લડાઈ સત્તા, પૈસા, દારૂ અને ગુંડા અને અંહકારની હતી. બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. સત્તાનું અભિમાન અને બીજી તરફ નાની દીકરીઓના કુમળા હાથે લીધેલા દુખડાનો વિજય થયો છે. રત્ન કાલકારના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે. આ જીત હું ગુજરાતની જનતા અને વિસાવદરની જનતાને નમન કરીને સ્વીકારું છું. એક એક માણસને ભાજપે ગુલામ બનાવી રાખ્યો હોય તે રીતે તાનાશાહી કરી છે. ગામે ગામ ભાજપના માણસો ગુંડા જેવું વર્તન કરે છે. હું ગુજરાતના યુવાનોને અપીલ કરું છું, કે આગળ આવો અને તમારો આત્મા જગાડો. તમારી તાકાતને ઓળખો. ગુજરાતમાં પરિવર્તન લાવવાની અને ભાજપના ચુંગાલમાંથી છોડવાની લડાઈ લડીએ. આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે. ભગવાન ઈચ્છે કે ગુજરાતના ક્રાંતિકારી આત્મા જાગે, અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ જાગે.
અમારા પાંચ પાંડવો ફરી વિધાનસભા ગુંજવશે - ઈસુદાન ગઢવી
તો જીત બાદ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ કે, આ જીતે સાબિત કરી બતાવ્યું કે જીતની ઈચ્છા હોય તો તે મળી શકે છે. ભાજપે શામદામ દંડ ભેદ અજમાવ્યા અને અમારી પાસે કઈ જ ન હતું છતાં જીત આવીને આવ્યા. આજે આ ગોપાલ ઇટાલિયાની જીત નહિ પણ 54 લાખ ખેડૂતની જીત છે. આ જીત થી મેસેજ જશે કે ભાજપને આપ હરાવી શકે તેમ છે. ભાજપને આજે આ લપડાક પડી છે. અમારા પાછા પાંચ પાંડવો થયા છે જે વિધાનસભા ગુંજવશે. ભાજપના નેતા પણ નવી ભાજપથી કંટાળી ગયા છે. ભાજપના પૂર્વ મંત્રીઓએ પત્ર લખ્યા તેઓને વિનંતી કે આવો aap માં Aap પાર્ટી ક્યાં વેચાશે નહિ અડીખમ ઉભી રહેશે.
ગુજરાતના લોકો ભાજપથી કંટાળ્યા છે - અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર આમ આદમી પાર્ટીના શાનદાર વિજય બદલ આપ સૌને અભિનંદન. ગુજરાત અને પંજાબના લોકોનો ખૂબ ખૂબ આભાર અને આભાર. બંને જગ્યાએ, છેલ્લી ચૂંટણીની સરખામણીમાં વિજયનું માર્જિન લગભગ બમણું રહ્યું છે. આ દર્શાવે છે કે પંજાબના લોકો અમારી સરકારના કામથી ખૂબ ખુશ છે અને તેમણે 2022 કરતાં વધુ મતદાન કર્યું છે. ગુજરાતના લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં આશા જુએ છે. બંને જગ્યાએ, કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી. બંનેનો ઉદ્દેશ્ય એક જ હતો - "આપ" ને હરાવવાનો. પરંતુ લોકોએ આ બંને પક્ષોને નકારી કાઢ્યા.